________________
૧૦
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ દેશવિરતિના સર્વ ભાંગાઓમાંથી એક પણ ભાંગાનો સંભવ સમ્યક્ત વગર નથી. તેનાથી પણ નક્કી થાય છે કે સમ્યક્ત દેશવિરતિનું મૂળ છે.
તેની પુષ્ટિ કરવા માટે કહે છે – 'આથી જ “મૂનં તામિત્યદિ' છ ભાવના યુક્ત છે; કેમ કે તે છ ભાવનામાં એ જ કહ્યું છે કે સમ્યક્ત સર્વ ધર્મનું મૂળ છે. સમ્યક્ત સર્વધર્મમાં પ્રવેશનું દ્વાર છે. અને તે પ્રકારે ભાવન કરવાથી સમ્યક્ત પ્રત્યેનો પક્ષપાત થાય છે, પરંતુ જો સર્વ ધર્મનું મૂળ ન હોય તો તે પ્રકારની ભાવના કરાય નહિ. તેથી એ ફલિત થાય કે સર્વધર્મનું મૂળ સમ્યક્ત છે અને તત્પૂર્વક દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત થાય છે, પરંતુ સમ્યક્ત વગર દેશવિરતિ પણ પ્રાપ્ત થાય નહિ અને સર્વવિરતિ પણ પ્રાપ્ત થાય નહિ. માટે ધર્મના અર્થીએ તેના મૂળભૂત સમ્યક્તમાં પ્રથમ દૃઢ યત્ન કરવો જોઈએ. સમ્યક્તને સ્થિર કરીને તેના ઉત્તરમાં થનાર દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મમાં સ્વશક્તિ અનુસાર યત્ન કરવો જોઈએ.
પૂર્વમાં સમ્યત્વનું સ્વરૂપ શું છે ? તે બતાવ્યું અને સભ્યત્વના લક્ષણમાં અન્ય શાસ્ત્ર સાથે સ્થૂલથી દેખાતા વિરોધનો પરિહાર કર્યો. હવે જે જીવોને સમ્યક્ત પ્રાપ્ત થયું છે તે જીવોને શું ફળ પ્રાપ્ત થાય છે ? તેને બતાવનારા ઉદ્ધરણો આપે છે –
જે જીવો એક અંતર્મુહૂર્ત પણ સમ્યક્તને સ્પર્શે છે તે જીવો અર્ધપગલપરાવર્તથી ન્યૂન સંસારમાં ભમે છે. - તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યક્ત પામ્યા પછી કોઈ જીવ સમ્યક્તથી પાત પામે તોપણ તેઓ ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્તમાં અવશ્ય મોક્ષને પામે છે. આવા ઉત્તમ ફલવાળું સમ્યક્ત છે. માટે સમ્યક્તના અર્થીએ અપ્રમાદભાવથી દર્શનાચારના સેવનમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી સમ્યક્ત પ્રાપ્ત ન થયું હોય તો પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયું હોય તો સ્થિર થાય. વળી સમ્યક્તનું અન્ય ઉત્તમ ફળ બતાવતાં કહે છે –
જો કોઈ જીવ સમ્યક્ત પામે પછી તેનું સમ્યક્ત નાશ ન પામે અને તે જીવે સમ્યક્તની પ્રાપ્તિ પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તો તે સમ્યગ્દષ્ટિ જીવનું વર્તમાનભવમાં આયુષ્ય પૂરું થાય ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ નિયમા વૈમાનિક દેવલોકમાં જાય છે. અન્ય ક્યાંય જતો નથી. માટે આવા ઉત્તમ ફલવાળા સમ્યક્તને પ્રાપ્ત કરવા માટે અપ્રમત્તભાવથી યત્ન કરવો જોઈએ.
વળી સમ્યક્તનું અન્ય ફળ બતાવતાં કહે છે – સમ્યગ્દષ્ટિ જીવમાં વિવેક પ્રગટેલો હોવાથી જે પોતાનાથી શક્ય હોય તેવું મોક્ષસાધક અનુષ્ઠાન અવશ્ય કરે છે. અને જે મોક્ષસાધક અનુષ્ઠાન પોતાનાથી શક્ય નથી ત્યાં પણ સમ્યગ્દષ્ટિ જીવની રુચિ છે. તેથી જ્યારે તે અનુષ્ઠાનના સેવનની શક્તિ પ્રગટ થશે ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ અવશ્ય તે અનુષ્ઠાનનું સેવન કરશે. આ પ્રકારે શક્ય અનુષ્ઠાનને સેવવાની અને અશક્ય અનુષ્ઠાનને શક્તિસંચય થાય ત્યારે સેવવાની પ્રતિપત્તિરૂપ શ્રદ્ધાને કરતો એવો સમ્યગ્દષ્ટિ જીવ તે સમ્યક્તના બળથી સ્વભૂમિકાનુસાર ઉચિત અનુષ્ઠાન