________________
અનાદિ જે ઈશ્વરનું સ્વરૂપ તેમાંથી આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ છે તે હે અપરાજીત રાજન ! સાવધાન થઈને સાંભળ. આ દેખાતી સૃષ્ટિના લય પછી પાણી અને અંધકાર સિવાય કાંઈ પણ પદાર્થ બાકી રહેતા નથી ત્યારે અંધકારથી રહિત તેજસ્વરૂપ એક ગિળે નીકળે છે. ૧૨ निरंधारे अकारेश्च अंकारेशुं भुकोद्भवा ॥ अंभौद्भवरुपाख्याता आशुकोद् इतउर्ध्वत ॥१३॥
તે તેજના ગેળામાં મહા સુંદર તેજ હોય છે તેમજ તે જળબંબાકાર દેખાય છે. તે ગેળે આશુતેશ આદીશ્વર મહાદેવના તેજમાંથી ઉત્પન્ન થયેલ છે તેમ શાસ્ત્રો કહે છે. ૧૩
अव्यक्ताव्यक्तोपमानां अवणे वर्णित विभु ॥ वर्णरुपं व्यक्ताकार च फनस्थाने च संभवम् ॥१४॥
જે કે આદિપુરૂ અવ્યક્ત છે તેમજ અવશું છે છતાં પૃથ્વીમાં જ્યારે ઘણું જ પાપ તેમજ અત્યાચાર વધી જાય છે ત્યારે તે આદિ પુરુષ વ્યક્તપણાને તેમજ વર્ણપણાને ધારણ કરે છે અને તે જળબંબાકાર તેજમથ ગેળામાં બુદબુદ આકારે ફણ રુપે દેખાય છે. ૧૪ फवर्णेन विबंधश्च अंडकं रुपमा स्थितः ।। शनैशनै प्रवर्द्धन्तो गोलाकाररुपिणः ॥१५।।
તે જળબંબાકાર તેજસ્વરૂપ મેળામાં ફીણ અમે બુદબુદ આકારે અંડરુપે પ્રવેશ કરે છે અને જ્યારે તે
"Aho Shrutgyanam