________________
૧૯
अपराजीतोषाच ॥ केचित् उत्पतिस्मतानां देवाश्चमनुष्यादिनाम् ।। दैत्यासुरमनुष्याणां पशुपक्षिशरीणाम् ॥५६॥
અપરાજીત રાજા પૂછે છે, હે ભગવાનઆ જગતમાં મનુષ્ય, પશુ, પક્ષી, દેવ, દાન, યક્ષો, રાક્ષસ, તે બધાને કેણે પેદા કર્યો હશે, તે બધાને એક જણે પેદા કરેલ હશે કે ઘણા જણ પેદા કરનાર હશે તે હે પ્રભે! મને કૃપા કરી સમજાવો. ૫૬
श्रीविश्वकर्मोवाच ब्राह्मणःकश्यपोजातः काश्यपोमुनिपुगवः ॥ कश्यपात् भवामृष्टी त्रैलोकयोद्भवपालिनि ॥५७॥
આ પ્રમાણે અપરાજીતને પ્રશ્ન સાંભળી શ્રી વિશ્વકર્મા ભગવાન બોલ્યા કે હે અપરાજીત રાજા ! આ સમગ્ર પૃથ્વીના જંતુઓ પ્રાણીઓ વગેરે કેનાથી થયેલ છે તે હું તને કહું છું તે તું સાંભળ! તેમાં પહેલાં જ્યારે આ સૃષ્ટિને લય કરીને પરમાત્મા શેષનારાયણની શસ્યામાં સુતા હતા ત્યારે તેના મનમાં વિચાર ઉત્પન્ન થયે કે રોદનું વઘુસ્યામ્ હું એક છું તે બહુ પ્રકાર થાઉં; ત્યારે તે પરમાત્માની નાભીમાંથી ચોસઠ પાંખવાળું કમળ નીકળ્યું. તે કમળમાંથી બ્રહ્યા થયા અને બ્રહ્મામાંથી કશ્યપ થયા અને એને એક દીતી નામની કન્યા આપી. આ બન્નેમાંથી આ સુષ્ટિની ઉત્પત્તિ થયેલ છે. આ પ્રમાણે સુષ્ટિની ઉત્પત્તિ કહી બતાવી. પ૭
"Aho Shrutgyanam