________________
૮૭ કેવી રીતે પૂજા કરવી તેની વિધિ કહેવામાં આવે છે. તેના બે ભેદો છે. એક ટંકેર મંડલ અને બીજો ભેદ સ્વસ્તિક મંડલ આ પ્રમાણે બે મંડલથી કુવામાં તથા વાવમાં બે મંડલ ભરીને શાસ્ત્રની વિધિથી પાઠ કરીને અને તે મંડલને આકાર નીના જેવા બનાવો અને તેની પૂજા વિધિ પ્રમાણે કરવાથી તે કામિનાને આપનાર થાય છે અને સારું ફળ આપનાર થાય છે ૨૪૩.
गजदंतमहादुःख प्रशस्तंमंडलंजयेत् ।। टंकाचरंतुस्त्रच गजदंतमिहायतम् ।। २४४॥
આની સાથે બીજા મંડલેની પૂજાની વિધિ પણ કહેવામાં આવે છે. ગજદંત નામના મંડળની કોને પૂજા કરવી તે બતાવવામાં આવે છે. જે મહાન દુખથી પીડા હાય, જેને ઘણુંજ દુખ પડયું હોય તેને ગજદંત નામના મંડળની પૂજા કરવી આથી તેને સારી સુખની પ્રાપ્તિ થાય તેમજ તેની જય થાય. ટંકાર નામનું મંડળ ચેરસ બનાવવું અને ગજ દંત નામનું મંડળ ચોરસ તથા લંબચોરસ બનાવવું ૨૪૪.
विख्यातंसर्वतोभद्रं ज्ञेयानन्यानंलोकतः ।। पूर्वादीतोरणंलक्ष यज्ञांगवटपीपलैः २४५॥
મોટાં જે સિદ્ધમંડળ કહેવાય તે સર્વે તો ભદ્ર કહેવાય અને સર્વ તે ભદ્ર સર્વે લોકમાં કરો તેમજ પૂર્વ દિશામાં તોરણ બાંધવા માટે વડના તથા પીપળાના થાંભલા હોય આવે શાસ્ત્રને મત છે ૨૪૫.
"Aho Shrutgyanam