________________
૧૯૭
પ્રકરણ ૧૧. प्रासादमंडन वैराज्यादि प्रासाद
સર્વ દેવને માટે. नानाविधमिदं विश्वं विचित्रं येन सूत्रितम् ॥ सूत्रधार श्रिये शोस्तु सर्वेषां पालनक्षमम् ॥ ४६० ॥
નાના પ્રકારના આ વિશ્વમાં ઘણજ પ્રાસાદ છે અને વિચિત્ર પ્રકારના ઘણા જ સુંદર સૂત્રો પણ છે. તે પ્રાસાદ તથા સૂત્રો વગેરેને કયાં કયાં કેવી રીતે ગોઠવવા વગેરેનું વર્ણન કહેવામાં આવશે. ૪૬૦.
न्यूनाधिक प्रसिद्धं च यत्किंचित् मंडनोदितम् ॥ विश्वकर्मा प्रासादेन शिल्पिनो मान्यतां व च ॥ ४६१ ॥
પૂન તથા અધિક જે પ્રમાણે વિશ્વકર્મા ભગવાન પૂર્વે કહી ગયા છે તે મને બતાવ્યું છે તે પ્રમાણે અહીં લખવામાં આવેલ છે. તેને શિલ્પકારે વગેરેએ તિરસ્કાર કરે નહિ. તેમનાં વચનને માનથી વધાવી લેવા જેવાં છે. ૪૬૧.
चतुर्भाग समारभ्य यावत् सूर्योत्तरशतम॥ भाग संख्येति विख्याता फालना कर्ण बाह्यत ॥ ४६२॥
ભાગ ચારથી પ્રાસાદના તળને આરંભ કરવો, તે ૧૧૨ એકને બાર ભાગ સુધી કહેલ છે. તેમાં રેખાથી બહાર નિકળતા ફાલવણાની સંખ્યા તળમાં જુદી બતાવેલ છે. ૪૬૨.
"Aho Shrutgyanam