________________
જે કુંડ ચેરસ હોય તે કુંડનું નામ “ભદ્ર” કહેવાય, પણ જે કુડ ભદ્ર સહિત હોય તે “સુભદ્ર” નામ કહેવાય; તથા પ્રતિભદ્ર સહિત હોય તો તેનું નામ “નંદ” કહેવાય અને કુંડના મધ્ય ભાગમાં ભિટ્ટ હોય તે કુંડનું નામે પરિઘ કહેવાય. પ૩૫
ઓઠ હાથથી માંડીને ૧૦૦ સે હાથ અથવા સો ગજ સુધીનો કુંડ કરે, તેને ચાર દ્વારા કરવાં ( ચારે તરફ ઉતરવા માટે) તે દ્વારમાં દિશાઓના ભાગમાં ગોખલા કરવાં; તેમજ કુંડના ખુણાઓમાં ચેકીએ તથા પટ્ટશાળાઓ કરવી. પ૩ ૬ गंगाधरवयो हरेश्वदशकं रुदादशैकाधिकाः दुर्गाभैरवमातृकागणपतिर्वहने स्त्रिकं चंडिका ॥ दुर्वासामुनिनारदस्तु सकला द्वारावती लीलिका लोका: पंचपितामहादि विबुधाः स्युमध्यभिट्ट सदा ॥५३७॥
કુંડમાં રહેલા ભાટુના થરમાં ગંગા આદિ નદીઓની પ્રતિમાઓ કરવી, તથા બાર સૂર્યની બાર પ્રત્તિમાઓ, તથા વિષ્ણુના દશ અવતારાના દશ પ્રતિમાઓ, તથા અગીઆર રૂદ્રની, તથા દુર્ગાની, સેળ માતૃકાઓની, ગણપતિની, ત્રણે અગ્નિની, ચંડિકાની, દુર્વાસા મુનિની, નારદની, દ્વારકાની લીલા અને બ્રહ્માદિ પાંચ કપાળ ( ઈદ્ર, યમ, વરૂણ, કુબેર અને બ્રહ્મા )ની પ્રતિમાઓનું સ્થાપન કરવું. પ૩૭
"Aho Shrutgyanam