________________
૨૨૦
આઠ પાંખડીવાળું “પુપપુર” ૯, પુરુષના આકારે પરષ” ૧૧, પર્વતની કુખમાં “અનાહ” ૧૧, લાંબુ પાઘડીપને “દંડનગર” ૧૨, નદીની પૂર્વદિશામાં હોય તે “શકપુર ” ૧૩, નદી થકી પશ્ચિમ દિશામાં હોય તે “કમળપુર” ૧૪.
જે નગર નદીથકી દક્ષિણ દિશામાં હોય તે “ધામિ પુર” ૧૫, જે નગરની બન્ને બાજુએ નદી હોય તે “મહાજય” ૧૬, અને જે નગર નદીથી ઉત્તર દિશામાં હોય તેનું નામ “સેમ્ય”, ૧૭ કહેવાય છે. પર૧.
એક કિલ્લાવાળું નગર હોય તે “શ્રીનગર” ૧૮, બે કિલ્લાવાળું હોય તે “રિપુશ્ચ ૧૯, આઠ ખુણાવાળું હોય તેનું નામ “સ્વસ્તિક” ૨૦ એ રીતે નગરનાં નામ કહ્યાં છે.
વીસ નગરના ભેદે શ્રી મહાદેવે કહ્યા છે તેવા નગરોમાં લોકેએ નિવાસ કરવાથી તે નગરના રાજાને સુખ, યશ, ધન કીત્તિ અને પ્રતાપની વૃદ્ધિ થાય છે. પર
રાજાને રહેવાનું નગર हस्तानां च युगाष्टषोडशहस्त्रं भूपतीनां पुरं । तन्मध्ये दशधा वदंति मुनयो वृध्या सहस्त्रेण तत् ॥ आयामे च सपादसार्ध वसुतो भागः प्रशस्तोधिकः। त्वेकै के चतुर्विधं निगदितं कार्य समं कर्णयोः ॥५२३ ।।
રાજાને રહેવાનું નગર ૪૦૦૦ ચાર હજાર ગજનું અથવા ૮૦૦૦ આઠ હજાર ગજનું તથા ૧૬૦૦૦ હજાર ગજનું કરવું. પણ તે નગરના અવાંતર ભેદ એક એક હજાર વધારવાથી તેના દશ પ્રકાર બતાવ્યા છે તે એવી રીતે કે –
"Aho Shrutgyanam