________________
આ પ્રાસાદને ભ્રમણી કરવી. આ પ્રમાણે શ્રી વિશ્વકર્મા ભગવાન કહી ગયા છે. ૪૬ ૬.
सपादशिखरं कार्य घंटाकलश भूषितम् ।। चतुर्भिः शुकनासे तु सिंहकों विभाजितम् ॥ ४६७ ॥
તે પ્રાસાદ ઉપર ઘંટા (આમળસારા) તેમજ કળશથી શોભાયમાન શિખર કરવું અને ચારે દિશામાં શુકનાસ કરવા તે ઠેકાણે કેસરીસિંહ તથા વાઘ કરવા. ૪૬૭.
કઈ દિશાનાં દ્વાર શ્રેષ્ઠ. एकद्वारं भवेत् पूर्व द्विद्वारं पूर्व पश्चिमे ॥ त्रिद्वारं मध्यजद्वारं दक्षिणस्य विवर्जयेत् ॥ ४६८ ॥
પ્રાસાદ ને પહેલું દ્વાર પૂર્વ દિશામાં કરવું તે શ્રેષ્ઠ છે અને બીજું દ્વાર પશ્ચિમ દિશાનું કરવું તે પણ સારું છે. અને ત્રીજું દ્વાર ઉત્તર દિશાનું કરવું તે પણ સારું છે. દક્ષિણ દિશાનું દ્વાર ન કરવું તે શાસ્ત્રથી તેમજ લોકદ્રષ્ટિથી નિષેધ્ય છે. ૪૬૮,
ચારે દિશાએ દ્વાર કેને કરવાં. चतुरिं चतुर्दिक्षु शिव ब्रह्माजिनालयम् । होमशाला प्रकर्तव्या कचितं राजाहं तथा ॥ ४६९ ॥
ચાર દ્વારા કોને કરવાં તે બતાવવામાં આવે છે. શિવાલય બનાવવું હોય તે તેમાં ચાર દ્વારા કરવા તેમજ બ્રહ્માનું મંદિર બનાવવું હોય તે તેમાં ચાર દ્વાર બનાવવા તેમજ જયાં યજ્ઞ વગેરેની હોમશાળા બનાવવી હોય
"Aho Shrutgyanam