________________
હવે આ પાંચ દેવતાની કેમ પૂજા કરવી તે બતાવવામાં આવે છે. સોજાત દેવતા તથા વામન દેવતા તથા ઘોર દેવતા તથા તપુરુષ દેવતા તથા ઈશ્વર આ પાંચે દેવતાની પૂજા કરવી. તેમાં રેખાથી આરંભીને ગર્ભના અંત સુધી આ અરધા ભાગના પાંચ અંગ તેમાં પાંચ દેવની પૂજા કરવી. પઢર, રેખા, ભદ્ર વગેરે પાંચ અંગની પૂજા કરવી. ર૭૦ પ્રતિષ્ઠા કર્યા પછી પહેલાં કેનાં દર્શન કરવાં. प्रथमं देवता दृष्टे दशपदान्य पर्यंतम् ॥ विप्रे कुमारिका वस्तु ततो लोकान् मदर्शयेत् ॥ २७१॥
દેવતાની પ્રતિષ્ઠા કર્યા પછી કોને પહેલાં દર્શન કરવાં તે કહેવામાં આવે છે. દેવતાની પ્રતિષ્ઠા કર્યા પછી તરત જ પહેલાં બ્રહ્માની પુત્રી સરસ્વતી દેવીની પ્રતિમાની પૂજા કરવી અને દર્શન કરવાં. અથવા તે બ્રાહ્મણની કુંવારી કન્યા એ અને ત્યારપછી બીજા લેકેએ દર્શન કરવા.
જન પ્રતિમાની પ્રતિષ્ઠા. प्रतिष्ठा वीतरागस्य जिनशासनमार्गन् । नवकारस्य मंत्रैश्च सिद्धः केवळभाषितैः ॥ २७२ ।।
હવે જૈનશાસનની પ્રતિષ્ઠાનું વર્ણન કરવામાં આવે છે. નવકારમંત્ર ભણીને જૈનશાસનમાર્ગથી કરવી. આ પ્રમાણે સિદ્ધ પુરુષે કહી ગયા છે તે પ્રમાણે જેનની પ્રતિષ્ઠા કરવી. ૨૭ર.
"Aho Shrutgyanam