________________
હવે સોપદને વાસ્તુ કહેવામાં આવે છે. તેમાં વિરાડ મધ્યે બ્રહ્માની સ્થાપના કરવી. ૧૬ અર્યમાદી દેવાની ચાર ચાર ભાગથી સ્થાપના કરવી. એક એક દેવતા માટે આઠ આઠ ભાગ કરવા અને માંહેલા દેવતા જે આઠ છે તે દેવતા માટે બે બે ભાગ કરવા. તેમજ બહાર ખૂણાના દેવતા જે આઠ છે તે એક એક દેવતા માટે આઠ આઠ ભાગ કરવા અને બાકી જે દેવતા ૨૪ ચોવીશ રહ્યા તેઓને માટે એક એક ભાગ કરે. આ પ્રમાણે શતપદ વાસ્તુ વિધિ કહી બતાવી. આ પ્રમાણે ત્રણે વાસ્તુની વિધિનું વર્ણન કહી બતાવ્યું.
બ્રહ્માને મધ્ય ભાગમાં સ્થાપન કરીને પૂજા કરવી. આ પ્રમાણે પીસ્તાળીશ દેવતાની બતાવેલા સ્થાને સ્થાપના કરીને વાસ્તુની પૂજાને આરંભ કર અને જે દેવોના ભાગ કાઢવાના હોય તેની સ્થાપના તથા પૂજા કરવી તે બતાવવામાં આવે છે.
ચીરહી નામના દેવને ઈશાન ખૂણામાં બધા દેવોની પાછળ સ્થાપના કરીને પૂજા કરવી. યુતનાં નૈઋત્ય ખૂણામાં બધા દેવોની પાછળ સ્થાપના કરીને પૂજા કરવી, પાપરાક્ષસીને વાયવ્ય ખૂણામાં બધા દેવોની પાછળ સ્થાપના કરીને પૂજા કરવી. આ દેવની પદવી સહ પૂજા નથી પણ કેવળ પૂજા કરવી. બીજા ગ્રંથમાં બીજું પ્રમાણ લખેલ છે તે ગ્રંથનું નામ દાનપ્રાગપર છે. પાછળથી જે દેવતા કહ્યા તેઓને વાસ્તુની બહાર કેવળ પૂજા એટલે બળીદાન માત્ર દેવું આ પ્રમાણે કહેલ છે. ૧૩૦-૧૩૫
पुराद्वेकवतेरुद्रललाटात्पतितिक्षीतौ ॥ स्वेदस्तस्मात् समुद्भुतं भुमत्तयंतदुःसहम् ॥ १३६ ॥
"Aho Shrutgyanam