________________
હવે પછી દેવની પ્રતિષ્ઠા તથા દેવની સ્થાપના કયારે કયારે કરવી તેની શાસ્ત્ર પ્રમાણે વિધિ કહેવામાં આવે છે.
જ્યારે સૂર્ય ઉત્તરાયણના થાય ત્યારે પ્રતિષ્ઠા કરવી. શાસ્ત્રમાં ઉત્તરાયણના સૂર્ય છ માસ થાય છે અને દક્ષિણાયનના સૂર્ય છ માસ થાય છે માટેજ ઉત્તરાયણના સૂર્યમાં દેવાની પ્રતિષ્ઠા થઈ શકે છે અને તેજ પ્રતિષ્ઠા સર્વ સિદ્ધિ ને આપનારી થાય છે અને દેવોની સ્થાપના પણ ઉત્તરાયણના સૂર્ય થાય ત્યારે જ કરવી તે તે સિદ્ધિને આપનાર થઈ શકે છે ૨૩૦.
प्रतिष्टाचोत्तरामूलं आग्नेयां च पुनर्वसु ॥ पुष्पेहसेमृगेस्वातौ रोहिण्याश्कतिमैत्रमे ॥ २३१ ॥
હવે કયા ક્યા નક્ષત્રમાં દેવની પ્રતિષ્ઠા કરવી તેની વિધિ કહેવામાં આવે છે. ઉત્તરા મૂલ તથા કૃતીકા તથા પૂનર્વસુ તથા શ્રવણ તથા અનુરાધા ઉપર ગણાવેલા નક્ષત્રોમાં દેવેની પ્રતિષ્ઠા કરવી તો તે શુભ છે અને સુખને આપનાર થાય છે ૨૩૧
तिथिरिक्ता कुजद्विद्भुक्रुविधंयतं तथा ॥ दग्धांतिथि च गजातं चरभोय ग्रहंत्यजेत ॥२३२ ॥
હવે મંગળવારી તિથિ હોય તો તે દિવસે પ્રતિષ્ઠા કરવી નહિ તથા નક્ષત્રને વેધ તજો તથા ખરાબ ચુંગ તજવા તથા દગ્ધા તિથિ તજવી રીતા તિથિ તજવી તથા ગલાંત ગ તજ આ પ્રમાણે યોગ તજવા ૨૩ર.
"Aho Shrutgyanam