________________
પ્રકરણ ૭ મું. વાસ્તુ પૂજા. श्री इष्टदेवाय नमः॥
मथ वास्तुपूजालिख्यते ॥ अज्ञानतिमारां धस्यज्ञानांजनशलाकया। छारुनमलितायेनतस्मैश्रीगुरुवेनमः ॥ १२० ॥
હવે વાસ્તુ પૂજાની વિધિ બતાવવામાં આવે છે. અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારા તેમજ જ્ઞાનરુપી સીએ કરીને જ્ઞાનચક્ષુને ઉઘાડનાર આવા મહાજ્ઞાની ગુરુ મહારાજને નમસ્કાર કરીને હવે વાસ્તુ પૂજા લખવામાં આવે છે. ૧૨૦ | નમોવાવાય | ॥ श्री विश्वकर्माय नमोनमः ॥ ॥ १२१ ॥
તેમાં ગુરુને નમસ્કાર કરીને પછી વાસ્તુદેવને નમસ્કારીને તેમજ વિશ્વકર્મા ભગવાનને નમસ્કાર કરીને પછી વાસ્તુ પૂજાનું વર્ણન કરવામાં આવે છે. ૧૨૧
गृहप्रवेशनात् पूर्ववास्तुपूजां च कारयेत् ॥ आचार्यगुरुन्विप्रान्पूजयित्वा यथाचितम् ॥ १२२ ॥
ઘરની અંદર પ્રવેશ કર્યા પહેલાં વાસ્તુ વિધિ શાસ્ત્રના નિયમ પ્રમાણે કરાવવી. પછી આચાર્યની, ગુરૂની, બ્રાહ્મણે ની શિપકારની વિધિ પ્રમાણે પૂજા કરીને નિયમ પ્રમાણે બ્રહ્મભોજન કરાવવું અને દક્ષિણા, વસ્ત્રો, દાનથી સર્વને સંતેષ કરીને તેમજ સગા, કુટુંબ, મિત્ર, નકર વગેરેને જમાવને પછી ઘરમાં પ્રવેશ કર. ૧૨૨
"Aho Shrutgyanam