________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૩૮-૩૯ અસત્યભાષાનું લક્ષણ ઉચ્ચારણ કરાયેલી દ્રવ્યભાષાને આશ્રયીને છે તેથી જે વસ્તુ જેવી ન હોય તે વસ્તુને તે સ્વરૂપે કહેનારનું વચન અસત્યભાષારૂપ છે તેવો અર્થ પ્રાપ્ત થાય.
હવે પરિભાષાનાં અંગોથી અસત્યભાષાનું અન્ય પ્રકારે લક્ષણ કરે છે –
જે વિરાધક ભાષા હોય તે અસત્યભાષા છે અર્થાત્ જે ભાષા બોલવાથી કર્મબંધની પ્રાપ્તિ થાય તેવી વિરાધિકી ભાષા અસત્યભાષા છે. આ અસત્યભાષાનું લક્ષણાન્તર છે.
વળી આ વિરાધિકભાષા ક્યારેક સભૂત પદાર્થના પ્રતિષેધરૂપ હોવાથી અસત્યરૂપ છે. સદ્ભૂતપ્રતિષેધત્વાદિમાં આદિ પદથી પ્રાપ્ત અગુપ્તિના પરિણામથી બોલાયેલી હોવાને કારણે અસત્યભાષા છે તેથી એ પ્રાપ્ત થાય કે જિનવચનથી ભાવિત થઈને સંવેગપૂર્વક બોલાયેલી યથાર્થ ભાષા સત્યભાષા છે. જે ભાષા બોલતી વખતે સંવેગનો પરિણામ નથી તે ભાષા કષાયથી આવિષ્ટ હોવાને કારણે કર્મબંધનું કારણ હોવાથી અસત્યભાષાના ફળની જનક સ્કૂલથી સત્યભાષા પણ હોય તોપણ તે વિરાધક ભાષા પરમાર્થથી અસત્યભાષા જ છે, માટે તે ભાષામાં વિરાધકત્વરૂપ લક્ષણની અનુપત્તિ નથી.
ત્યાં=અસત્યભાષાના વિષયમાં દ્રવ્યાદિ ચારભંગો જાણવા. તે આ પ્રમાણે – અસત્યભાષાના ભેદો : - (૧) દ્રવ્યઅસત્યભાષા :
કોઈક અસત્યભાષા દ્રવ્યવિષયક હોય છે અને તે સર્વદ્રવ્યોમાં સંભવે છે. જેમ ઘટને પટ કહેવામાં આવે તો તે દ્રવ્યવિષયક અસત્યભાષા બને છે, આથી જ અનાભોગથી પણ દ્રવ્યથી અસત્યભાષાની પ્રાપ્તિ ન થાય તદ્ અર્થે દૂરવર્તી જતી ગાયને જોઈને સુસાધુ માર્ગનો નિર્દેશ કરવાની આવશ્યકતા જણાય ત્યારે પેલી ગાય જાય છે તેમ કહેવાને બદલે ગોજાતીય જાય છે તેમ કહે છે; કેમ કે દૂરથી ગાય અને બળદના ભેદનો સ્પષ્ટ નિર્ણય નહિ હોવાથી બળદમાં ગાયનો પ્રયોગ થાય તો અસત્યભાષા બોલવાનો પ્રસંગ આવે અને અનાભોગથી પણ અસત્ય કહેવાનો પ્રસંગ ન આવે તેના પરિવાર અર્થે સાધુ તે પ્રકારની વિશેષભાષાનો પ્રયોગ કરે છે. (૨) ક્ષેત્રઅસત્યભાષા :
વળી ક્ષેત્રને આશ્રયીને અસત્યભાષા લોકના અને અલોકના સ્વરૂપના વિષયમાં વિપરીત પ્રરૂપણાથી થાય છે. આથી જ ક્ષેત્રના વિષયમાં લોક અને અલોકવિષયક અસત્યભાષા છે એમ પખ્રીસૂત્રમાં કહેવાયું
(૩) કાલઅસત્યભાષા :
કાળથી દિવસના કે રાત્રિના વિષયમાં અથવા પોરિસી આદિના વિષયમાં વિપરીત બોલવાથી કાળને આશ્રયીને અસત્યભાષાનો પ્રયોગ થાય છે.