________________
૧૭૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | તબક-૫ / ગાથા-૧૦૦
સેવનમાં એકાંત નથી પરંતુ જે કોઈ અનુષ્ઠાન સેવવામાં આવે તેના દ્વારા વીતરાગતાના અર્થીએ રાગદ્વેષના પરિત્યાગરૂપ ફળમાં યત્ન કરવો જોઈએ એવો એકાંત નિયમ છે. આથી જ પુષ્પપૂજા દ્વારા પણ રાગ-દ્વેષનો પરિત્યાગ કરીને નાગકેતુ કેવળજ્ઞાન પામ્યા અને ભિક્ષાટન દ્વારા પણ રાગ-દ્વેષનો પરિત્યાગ કરીને ઢંઢણઋષિ કેવળજ્ઞાન પામ્યા.
આ રીતે સર્વ અનુષ્ઠાનો રાગ-દ્વેષના વિલય દ્વારા વીતરાગતા પ્રત્યે કારણ છે તેમ નિશ્ચયનયની સૂક્ષ્મદ્રષ્ટિથી ગ્રંથકારશ્રીએ કહ્યું ત્યાં વ્યવહારનયની દૃષ્ટિથી કોઈક કહે છે કે ફળવિશેષની પ્રાપ્તિ માટે ઉપાય વિશેષમાં પણ પ્રવૃત્તિનો નિયમ છે જેમ જ્ઞાનાવરણીયના ક્ષય માટે જ્ઞાનની આરાધના કરાય છે, દર્શનમોહનીયના ક્ષય માટે દર્શનપદની આરાધના કરાય છે, ચારિત્રની શુદ્ધિ માટે ચારિત્રાચારનું સેવન કરાય છે, અને વીર્યંતરાયના ક્ષય માટે અપ્રમાદથી વીર્યમાં યત્ન કરાય છે. તેથી જ્ઞાનાવરણીયકર્મના નાશ પ્રત્યે તેના ઉપાયભૂત એવા અનુષ્ઠાનવિશેષમાં એકાંતે પ્રવૃત્તિ આવશ્યક છે, તે રીતે દર્શનાદિ અનુષ્ઠાનોમાં પણ તે તે કર્મના ક્ષય માટે તે તે પ્રવૃત્તિ આવશ્યક છે માટે પ્રવૃત્તિમાં પણ એકાંત સ્વીકારી શકાશે. આ પ્રકારના વ્યવહારનયના કથનનું નિરાકરણ કરતાં નિશ્ચયનયની સૂક્ષ્મદષ્ટિથી ગ્રંથકારશ્રી કહે છે.
ફળવિશેષની જ અસિદ્ધિ છે આ અનુષ્ઠાનથી જ્ઞાનવરણીયનો નાશ થશે, આ અનુષ્ઠાનથી દર્શનમોહનીયનો નાશ થશે ઇત્યાદિરૂપ ફળવિશેષની જ અસિદ્ધિ છે માટે તે તે ફળ માટે તે તે અનુષ્ઠાનમાં એકાંતે પ્રવૃત્તિ આવશ્યક છે તેવો નિયમ નથી.
અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનાવરણીયના નાશ માટે તેને અનુરૂપ ઉચિત અનુષ્ઠાનોમાં પ્રવૃત્તિ કરવામાં આવે તો જ્ઞાનાવરણીયકર્મ નાશ પામે છે તેવું ફળવિશેષ અસિદ્ધ છે તેમ કેમ કહી શકાય ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
જેમ રાજા અને રંક મરણ પામે ત્યારે તે બન્નેના મૃત્યુમાં કોઈ ભેદ દેખાતો નથી, તેથી આયુષ્યકર્મના ક્ષયમાં તે બન્નેની સમાનતા છે, આથી જ આયુષ્યકર્મના ક્ષયથી રાજા મૃત્યુ પામે છે તેમ આયુષ્યકર્મના ક્ષયથી રંક મરણ પામે છે તેની જેમ અન્ય કર્મોના ક્ષયમાં પણ વિશેષ નથી અર્થાત્ કોઈપણ ઉચિત અનુષ્ઠાનો કરવાથી રાગ-દ્વેષનો વિલય થાય તો જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને અંતરાયકર્મનો ક્ષય અવિશેષથી થાય છે, માટે પ્રતિનિયત અનુષ્ઠાનથી જ્ઞાનાવરણીયકર્મ નાશ પામે છે. તેવો વિશેષ નથી.
આ રીતે નિશ્ચયનયની સૂક્ષ્મદ્રષ્ટિથી રાગ-દ્વેષના વિલયને અનુકૂળ અંતરંગ યત્નથી ઘાતકર્મનો નાશ થાય છે તે પ્રકારે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું ત્યાં વ્યવહારનયની દૃષ્ટિથી કોઈ કહે કે આયુષ્યકર્મના ક્ષયમાં જેમ ભેદ નથી તેમ જ્ઞાનાવરણીય આદિ કર્મક્ષયમાં વિશેષ નથી તોપણ જ્ઞાનાવરણીય આદિ કર્મક્ષયના પ્રતિયોગી એવાં જ્ઞાનાવરણીય આદિ કર્મ તેના વિશેષતા એવા તેના અનુષ્ઠાનમાં વિશેષ છે=જ્ઞાનાવરણીયકર્મના નાશ માટે તે પ્રતિનિયત અનુષ્ઠાન કરાય છે, દર્શનમોહનીયકર્મના નાશ માટે તે પ્રતિનિયત અનુષ્ઠાન