Book Title: Bhasha Rahasya Prakaran Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 199
________________ ૧૭૬ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૧૦૦ અહીં પ્રશ્ન થાય કે રાગ-દ્વેષના વિલયથી કર્માન્તરનો જે ક્ષય થાય છે તે ક્ષયના પ્રતિયોગી એવા જ્ઞાનાવરણીય આદિનો કર્મોનો પરસ્પરભેદ છે, તેથી તે તે કર્મોના નાશ પ્રત્યે તે તે અનુષ્ઠાનો કારણરૂપે સ્વીકારવાથી પ્રવૃત્તિમાં પણ એકાંતની પ્રાપ્તિ થશે. તેના નિવારણ માટે બીજો હેતુ કહે છે – અને સ્વરૂપાત્મક એવા તેનું જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને વીર્યંતરાયરૂપ ભિન્ન ભિન્ન પ્રતિયોગિવિશેષાત્મક એવા પ્રતિયોગિવિશેષતું, હેતુ-હેતુમદ્ભાવના ભેદનું અનિયામકપણું છે=આ અનુષ્ઠાન જ્ઞાનાવરણીયકર્મનો નાશ કરશે, આ અનુષ્ઠાન દર્શનમોહકીયકર્મનો નાશ કરશે, આ અનુષ્ઠાન ચારિત્રમોહનીયકર્મનો નાશ કરશે, આ અનુષ્ઠાન વીર્યંતરાય કર્મનો નાશ કરશે, આ પ્રકારે તે તે કર્મકાશ પ્રત્યે તે તે અનુષ્ઠાન કારણ છે એ પ્રકારના હેતુ-હેતુમભાવના ભેદનું અલિયામકપણું છે (તેથી ઉપાયતી પ્રવૃત્તિમાં એકાંત નથી). તો વળી બહુ ઉપાયોનો વ્યભિચાર હોવાથી એક ફળહેતુપણું રાગ-દ્વેષતા નાશરૂપ એકફળહેતુપણું, કેવી રીતે થાય? અર્થાત્ તે સર્વ ઉપાયો એક ફળ પ્રત્યે હેતુ બની શકે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – તૃણ, અરણિ, મણિનું એક ફળહેતુપણું શું જોવાયું નથી ? અર્થાત્ જેમ તૃણ, અરણિ, મણિમાંથી અન્યતર એક વસ્તુ વક્તિ પ્રત્યે હેતુ છે તેમ ધર્મનાં અનેક અનુષ્ઠાનોમાંથી અન્યતર કોઈ એક અનુષ્ઠાન રાગ-દ્વેષતા તાશરૂપ ફળ પ્રત્યે હેતુ છે. અહીં પૂર્વપક્ષી તૃણાધિજન્ય વહ્નિમાં જાતિવિશેષ છે જ એમ જ કહે તો તૃણજન્ય વક્તિમાં તૃણજન્યત્વ જાતિ છે, અરણિજન્ય વહ્નિમાં અરણિજન્યત્વ જાતિ છે અને મણિજન્ય વતિમાં મણિજન્યત્વ જાતિવિશેષ છે તેમ જ્ઞાનની આરાધનાથી જન્ય જ્ઞાનાવરણીયકર્મનો નાશ છે, દર્શનની આરાધનાથી જ દર્શનમોહનીયકર્મનો નાશ છે, ચારિત્રની આરાધનાથી જન્ય ચારિત્રમોહનીયકર્મનો નાશ છે અને સમ્યફ વીર્યના પ્રવર્તનથી જવીઆંતરાયકર્મનો નાશ છે માટે ફળવિષયક પ્રવૃત્તિમાં જેમ એકાંત છે તેમ ઉપાયવિષયક પ્રવૃત્તિમાં એકાંત સ્વીકારવો જોઈએ, એમ જો પૂર્વપક્ષી કહે તો, તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું કેમ કે અનુપલંભ છેeતૃણાધિજન્ય અરણિમાં ભિન્નજાતિનો ઉપલંભ નથી. અહીં પ્રશ્ન થાય કે તૃણજન્ય વહ્નિ પ્રત્યે તૃણકારણ છે તેમ ન સ્વીકારવામાં આવે અને તૃણાદિ ત્રણેયથી એક વહ્નિ ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારવામાં આવે તો તૃણથી વહ્નિ ઉત્પન્ન થાય છે ત્યાં અરણિથી વહ્નિનો અભાવ હોવાથી અરણી આદિને વહ્નિ પ્રત્યે વ્યભિચારી સ્વીકારવાની પ્રાપ્તિ થાય. તે આપત્તિના નિવારણ માટે અન્ય હેતુ કહે છે – જાતિત્રયની કલ્પનાથી તૃણાદિ જન્ય ત્રણ પ્રકારના વ&િમાં જાતિત્રયની કલ્પનાથી એકશક્તિની કલ્પનાનું જ લઘુપણું છેeતૃણ, અરણિ અને મણિ એ ત્રણમાં વહ્નિના કારણભૂત એકશક્તિની કલ્પનાનું જ લઘુપણું છે.

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210