________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ |
બક-૫ | ગાથા-૧૦૦
૧૭૫
ટીકાર્ચ -
તાત્ ... સર્વમવલાતિમ્ ા તે કારણથી ગાથા ૯૯માં કહ્યું કે ચારિત્રની વિશુદ્ધિથી મોક્ષ થાય છે તે કારણથી, બુધ પુરુષ=વિચક્ષણપુરુષ, ચારિત્રની શુદ્ધિ માટે નિશ્ચિત આ ભાષારહસ્યને જાણીને ચારિત્રની શુદ્ધિ માટે નક્કી આ ભાષારહસ્ય રચાયું છે એ પ્રમાણે નિર્ણય કરીને, જે પ્રમાણે રાગ-દ્વેષ વિલય પામે તે પ્રમાણે સમ્યફ ગુણોમાં ચારિત્રપાલનના ઉપાયભૂત ગુણોમાં, પ્રવર્તે.
અને અહીં=ચારિત્રપાલનના ઉપાયવિષયક પ્રવૃત્તિમાં, એકાંત નથી=પ્રતિબિયત જ પ્રવૃત્તિ કરવી જોઈએ અન્ય નહિ તેવો એકાંત નથી, પરંતુ રાગ-દ્વેષતા પરિત્યાગરૂપ ફળમાં જ એકાંત છે; કેમ કે ફળની ઈચ્છાનું ફળની સિદ્ધિ વગર અપૂર્ણપણું છે વીતરાગતાની પ્રાપ્તિરૂપ ફળની ઈચ્છાનું તેને અનુરૂપ રાગ-દ્વેષની વિલયરૂપ ફળની સિદ્ધિ વગર અપૂર્ણપણું છે.
અહીં પ્રશ્ન થાય કે કોઈ મહાત્મા ચારિત્રનાં અનુષ્ઠાનો દ્વારા રાગ-દ્વેષનો વિલય કરી શકે છે તેથી ફળની ઇચ્છાવાળા મહાત્માને તેના ઉપાયોમાં પણ પ્રવૃત્તિ એકાંતે આવશ્યક છે એમ સ્વીકારવું જોઈએ. તેથી અન્ય હેતુ કહે છે –
વળી, અન્યતરની સંપત્તિથી પણ=ચારિત્રપાલનના અનેક ઉપાયોમાંથી અન્યતર ઉપાયના સેવનથી પણ, ઉપાયની ઇચ્છાની પૂર્તિનો નિર્વાહ છે. (તેથી ચારિત્રપાલનના ઉપાયોમાં એકાંત નથી જ્યારે રાગ-દ્વેષના વિલયરૂપ ફળમાં એકાંત છે.)
અને ફળવિશેષની પ્રાપ્તિ માટે ઉપાય વિશેષમાં પ્રવૃત્તિનો નિયમ છે (માટે પ્રવૃત્તિમાં પણ એકાંત સ્વીકારી શકાશે, એમ ન કહેવું; કેમ કે ફળવિશેષતી જ અસિદ્ધિ છે કર્મક્ષયરૂપ ફળમાં ફળવિશેષની જ અસિદ્ધિ છે. કેમ ફળવિશેષની અસિદ્ધિ છે ? તેમાં હેતુ કહે છે – રાજાના અને રંકના મરણમાં અવિશેષનું દર્શન હોવાથી આયુષ્યકર્મની જેમ=આયુષ્યકર્મના ક્ષયમાં વિશેષ નથી તેની જેમ, કર્મોત્તરના પણ ક્ષયમાં વિશેષનો અભાવ છે (માટે કર્માન્તરના ક્ષયવિશેષરૂપે ફળવિશેષ પ્રત્યે ઉપાયવિશેષમાં પ્રવૃત્તિનો નિયમ નથી પરંતુ કોઈપણ પ્રવૃત્તિથી રાગદ્વેષતા ક્ષયને અનુરૂપ કર્મક્ષય થાય છે માટે પ્રવૃત્તિમાં એકાંત નથી એમ યોજન છે) અને પ્રતિયોગિવિશેષકૃત તેનો વિશેષ છે=જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને અંતરાયરૂપ કર્મક્ષયના પ્રતિયોગી એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યના વિશેષકૃત કર્મક્ષયના ઉપાયો વિશેષ છે એમ ન કહેવું કેમ કે તેવા પ્રકારના પ્રતિયોગિવિશેષની પણ અસિદ્ધિ છે=આ અનુષ્ઠાનથી જ્ઞાનાવરણીય નાશ થશે, આ અનુષ્ઠાનથી દર્શનમોહનીય નાશ થશે, આ અનુષ્ઠાનથી ચારિત્રમોહનીય નાશ થશે, આ અનુષ્ઠાનથી વર્યાન્તરાય નાશ થશે એવા પ્રકારના પ્રતિયોગિવિશેષની પણ અસિદ્ધિ છે.