________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ |
બક-૫ | ગાથા-૧૦૦, ૧૦૧
૧૮૧
પ્રત્યે વ્યભિચારી છે માટે હેતુ નથી એમ કહી શકાય નહિ.
અહીં પૂર્વપક્ષી કહે કે તૃણજન્ય વહ્નિમાં અન્ય પ્રકારની જાતિ છે તે જાતિવાળા વહ્નિ પ્રત્યે તૃણ જ કારણ છે, અરણિ મણિ નથી. અરણિજન્ય વહ્નિમાં અન્ય જાતિ છે તે જાતિવાળા વહ્નિ પ્રત્યે અરણિ જ કારણ છે, એ પ્રકારે જ્ઞાનાવરણીયકર્મના નાશ પ્રત્યે જ્ઞાનની જ આરાધના કારણ છે, દર્શનમોહનીયકર્મના નાશ પ્રત્યે દર્શનની જ આરાધના કારણ છે, ચારિત્રમોહનીયકર્મના નાશ પ્રત્યે ચારિત્રની જ આરાધના કારણ છે તેમ સ્વીકારવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અગ્નિમાં ત્રણ પ્રકારની ભિન્ન જાતિવિશેષ પ્રાપ્ત થતી નથી. વળી અગ્નિમાં ત્રણ જાતિની કલ્પના કરીને તે તે પ્રકારના વહ્નિ પ્રત્યે તૃણાદિ કારણ છે તેમ કલ્પના કરતાં તૃણ, અરણિ, મણિ એ ત્રણેયમાં વહ્નિજનક એકશક્તિની કલ્પના કરવી જ લઘુભૂત છે, તેથી જે પ્રમાણે તૃણ, અરણિ, મણિ ત્રણેમાં વહ્નિજનક એકશક્તિથી વહ્નિનું હેતુપણું છે એ પ્રમાણે ઘણા પણ ઉપાયોનું રાગ-દ્વેષનાશક એકશક્તિથી કર્મક્ષયનું હેતુપણું સ્વીકારવું અનુપપન્ન નથી, આથી જ જે સાધુ પોતાની શક્તિ અનુસાર ચારિત્રપાલનના જે ઉપાયો છે તેમાંથી જે ઉપાય દ્વારા વિશેષ પ્રકારનો રાગ-દ્વેષનો વિલય કરી શકે તે પ્રકારે તે એક અનુષ્ઠાનને સેવીને પણ વીતરાગ સર્વજ્ઞ થઈ શકે છે આથી ચારિત્રશુદ્ધિને માટે ભાષાના રહસ્યને જાણીને જેઓ દઢ વચનગુપ્તિમાં યત્ન કરનારા છે તે મહાત્મા વચનગુપ્તિના અને ભાષાસમિતિના બળથી પણ રાગ-દ્વેષનો નાશ કરીને સુખપૂર્વક કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. II૧૦ના
ગાથા :
एयं भासरहस्सं रइयं भविआण तत्तबोहत्थं । सोहिंतु पसायपरा तं गीयत्था विसेसविऊ ।।१०१।।
છાયા :
एतद् भाषारहस्यं रचितं भव्यानां तत्त्वबोधार्थम् ।
शोधयन्तु प्रसादपरास्तद्गीतार्था विशेषविदः ।।१०१ ।। અન્વયાર્થ :
વિજ્ઞાન=ભવ્ય જીવોના, તત્તવોદવંગતત્વના બોધ માટે, વંકઆ, માર્સ=ભાષારહસ્ય, યંત્ર રચાયો છેeગ્રંથકારશ્રી વડે રચાયો છે, તે તેને તે ગ્રંથને, વિવિ=વિશેષતા જાણનારા, સાયપરા પ્રસાદપર એવા, જયસ્થા=ગીતાર્થો, સોરિંતુ શોધ કરો. VI૧૦૧ાા. ગાથાર્થ :
ભવ્ય જીવોના તત્વના બોધ માટે આ ભાષારહસ્ય ગ્રંથકારશ્રી વડે રચાયો છે તેને તે ગ્રંથને, વિશેષના જાણનારા પ્રસાદપર એવા ગીતાર્થો શોધન કરો. II૧૦૧il.