________________
૧૮૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૧૦૧
ટીકા :
અદા પારા (પ્રજાપ્ર-૨૦૧૬ શ્નો) ટીકાર્ય :
અષ્ટા . સ્પષ્ટ છે. ll૧૦ના ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ ભાષાના રહસ્યના પરમાર્થને જાણીને વચનગુપ્તિમાં અને ભાષા સમિતિમાં બદ્ધરાગવાળા થાય તેવા યોગ્ય જીવોના તત્ત્વબોધ માટે આ ભાષારહસ્ય ગ્રંથ રચ્યો છે. ગ્રંથકારશ્રીએ સ્વમતિથી રચેલો નથી. પૂર્વાચાર્યોના અવલંબનથી જ પ્રસ્તુત ગ્રંથ રચ્યો છે, છતાં તેનું રહસ્ય ગીતાર્થ પુરુષ જ જાણે છે અને ગીતાર્થ પુરુષોમાં પણ ક્ષયોપશમભાવની તરતમતાની અપેક્ષાએ વિશેષને જાણનારા પણ મહાત્માઓ હોય છે તેથી ગ્રંથકારશ્રી એવા વિશેષને જાણનારા ગીતાર્થ પુરુષોને અભ્યર્થના કરે છે કે તમે પ્રસાદપર થઈ પ્રસ્તુત ગ્રંથનું શોધન કરજો, જેથી અનાભોગથી પણ જિનવચનના યથાર્થ તાત્પર્યમાં ક્યાંય અસ્પષ્ટતા હોય તો તેને સ્પષ્ટ કરીને પ્રસ્તુત ગ્રંથથી જીવોને ઉપકાર થાય એવો યત્ન કરજો. આ પ્રકારે અભિલાષ કરીને પોતાને જિનવચન પ્રત્યે બદ્ધરાગ છે અને તેના વિસ્તારનો જ એક અભિલાષ છે એ અભિલાષને જ પ્રસ્તુત વિજ્ઞપ્તિ દ્વારા ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યો છે જેથી ગ્રંથકારશ્રીનાં પ્રતિઉત્પાદક વચનો સાંભળીને પણ ભાવિમાં થનારા વિશેષગીતાર્થો તે ગ્રંથને અતિશયિત કરીને પ્રસ્તુત ભાષારહસ્ય ગ્રંથ કેમ અધિક ઉપકાર કરે તેવો યત્ન કરે. II૧૦૧