________________
૧૮૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | પ્રશત્તિ જન્મના બીજ એવા રાગ-દ્વેષ વિલય પામો. એ પ્રકારે ગ્રંથકારશ્રીએ શ્લોક-૮માં પ્રાર્થના કરી છે જેનાથી એ ફલિત થાય કે પ્રસ્તુત ગ્રંથનું સમ્યગુ ભાવન રાગ-દ્વેષના વિલયનું પ્રબળ કારણ છે અને ગ્રંથકારશ્રીએ પણ એવી પ્રાપ્તિના આશયથી જ પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. તેથી જે યોગ્ય જીવો તે રીતે પ્રસ્તુત ગ્રંથથી આત્માને ભાવિત કરશે તેઓ પણ વાગુપ્તિના પ્રકર્ષને પામીને અવશ્ય રાગ&ષના નાશ માટે સમર્થ બનશે.
વળી આ ગ્રંથ રાગ-દ્વેષના વિલયનું પ્રબળ કારણ હોવાથી ગ્રંથકારશ્રી શ્લોક-૯થી અભિલાષ કરે છે કે રાગ-દ્વેષના વિલયના અર્થી એવા વિચક્ષણ પુરુષોથી વંચાતો એવો આ ગ્રંથ શાશ્વતકાળ જગતમાં રહો, જેથી યોગ્ય જીવોને સદા સંસારના ઉચ્છેદનું પ્રબળ કારણ બને.
વળી આ ગ્રંથ કેવો રમ્ય છે તેની સ્પષ્ટતા શ્લોક-૧૦માં કરતાં કહે છે કે જે ઓ અયોગ્ય જીવો છે તેઓના કર્ણ માટે શૂલ જેવો છે; કેમ કે અયોગ્ય જીવોનું મનસ્વી રીતે સંયમમાં યત્ન કરીને ફળની આકાંક્ષા હોય છે તેઓને ઉચિત પ્રવૃત્તિનો રાગ હોતો નથી તેથી ભાષાવિષયક ઉચિત પ્રવૃત્તિનું વર્ણન અપ્રીતિકર થાય છે.
વળી સજ્જન પુરુષોના કર્ણ માટે અમૃતનાં છાંટણાં જેવો આ ગ્રંથ છે; કેમ કે ઉત્તમ પુરુષો અત્યંત ઉચિત પ્રવૃત્તિના અર્થી હોય છે અને ભાષાવિષયક અત્યંત ઉચિત પ્રવૃત્તિના રહસ્યને સાંભળીને તેઓના કર્ણમાં અમૃતનું સિંચન થાય છે, અને જે ઓ આ ગ્રંથથી આત્માને ભાવિત કરશે તેઓ સદ્ગતિની પરંપરા દ્વારા ઉત્તમ પુરુષના યશને પામશે અને મોહનો વિજય કરીને આત્મા ઉપર પોતાનું આધિપત્ય પ્રાપ્ત કરશે, તેથી યશ અને વિજયની સંપત્તિ માટે ઉભાવન કરાતો આ ગ્રંથ છે માટે સદ્ગતિની પ્રાપ્તિ દ્વારા મોહનો જય કરવાના અર્થી મહાત્માએ સદા આ ગ્રંથ વિભાવન કરવો જોઈએ.
ભાષારહ પ્રકરણ ભાગ-૨ સમાપ્ત