________________
૧૭૯
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સ્તબક-૫ | ગાથા-૧૦૦ કરાય છે, આ પ્રકારનો ભેદ તે તે કર્મક્ષયના પ્રતિયોગી એવા જ્ઞાનાવરણીય આદિ કર્મકૃત છે. આમ કહીને વ્યવહારનય એ સ્થાપન કરે છે કે કર્મક્ષયમાં કોઈ ભેદ નહિ હોવા છતાં કર્મક્ષયના પ્રતિયોગી એવા તે તે કર્મમાં ભેદ છે અને તે તે કર્મના નાશ પ્રત્યે તે તે અનુષ્ઠાન કારણ છે તેમ સ્વીકારવાથી તે તે કર્મના નાશના કારણરૂપે તે તે પ્રવૃત્તિમાં પણ એકાંત સ્વીકારી શકાશે.
જેમ ફળના અર્થીની પ્રવૃત્તિ ફળની પ્રાપ્તિ સુધી પૂર્ણ થતી નથી તેમ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયના અર્થીની તેના ઉપાયના સેવન દ્વારા જ્ઞાનાવરણીયકર્મ નાશ ન થાય ત્યાં સુધી તેના ઉપાયમાં અવશ્ય પ્રવૃત્તિ હોય છે, માટે જ્ઞાનાવરણીયાદિ કર્મના નાશના કારણભૂત છે તે પ્રવૃત્તિમાં પણ એકાંત સ્વીકારવું જોઈએ આથી જ વ્યવહારનય જ્ઞાનની આરાધના માટે, દર્શનની આરાધના માટે અને ચારિત્રની આરાધના માટે તે તે પ્રતિનિયત અનુષ્ઠાનો કારણરૂપે સ્વીકારે છે.
આ પ્રકારના વ્યવહારનયના વચનનું નિરાકરણ કરવા અર્થે નિશ્ચયનયની સૂક્ષ્મદષ્ટિથી ગ્રંથકારશ્રી કહે
તેવા પ્રકારના પ્રતિયોગિવિશેષની પણ અસિદ્ધિ છે. - આશય એ છે કે જ્ઞાનાવરણીયકર્મના નાશનો પ્રતિયોગી જ્ઞાનાવરણીયકર્મ છે. દર્શનમોહનીયકર્મના નાશનો પ્રતિયોગી દર્શનમોહનીયકર્મ છે, ચારિત્રમોહનીયકર્મના નાશનો પ્રતિયોગી ચારિત્રમોહનીયકર્મ છે. વીર્યંતરાયકર્મના નાશનો પ્રતિયોગી વર્તાતરાયકર્મ છે; તોપણ જ્ઞાનની આરાધનાથી જ્ઞાનાવરણીયકર્મ જ નાશ પામે, દર્શનની આરાધનાથી દર્શનમોહનીયકર્મ જ નાશ પામે ઇત્યાદિરૂપ પ્રતિયોગિવિશેષની અસિદ્ધિ છે; પરંતુ ધર્મનાં સર્વ ઉચિત અનુષ્ઠાનોથી રાગાદિનો વિલય થાય અને જે જે પ્રકારે રાગાદિનો વિલય થાય તે તે પ્રકારે સર્વ ઘાતકર્મનો વિલય થાય તેવી વ્યાપ્તિ છે. આથી જ પુષ્પપૂજા કરતાં રાગાદિનો વિષય થવાથી ચારેય ઘાતકર્મોરૂપ પ્રતિયોગિવિશેષનો નાશ નાગકેતુને થયો.
અહીં વ્યવહારનય કહે કે ચાર પ્રકારનાં ઘાતકર્મો પરસ્પર ભિન્નસ્વરૂપવાળાં છે તેથી ભિન્નસ્વરૂપવાળા એવા પ્રતિયોગીના નાશ પ્રત્યે તેના ઉપાયભૂત તે તે અનુષ્ઠાનનો ભેદ પણ સ્વીકારવો આવશ્યક છે. તેના નિરાકરણ માટે નિશ્ચયનયની સૂક્ષ્મદ્રષ્ટિથી ગ્રંથકારશ્રી કહે છે –
સ્વરૂપાત્મક એવા તેનું ભિન્ન ભિન્ન સ્વરૂપાત્મક એવા ભિન્ન ભિન્ન પ્રતિયોગીનું, હેતુ-હેતુમદ્ભાવના ભેદનું અનિયામકપણું છે.
આશય એ છે કે મોહના પરિણામથી જ્ઞાનાવરણીય આદિ સર્વઘાતકર્મો બંધાય છે અને મોહના વિલયને અનુકૂળ એવા યત્નથી સર્વ ઘાતકર્મનો વિલય થાય છે તેથી મોહના વિલયમાં એકાંત પ્રવૃત્તિ છે પરંતુ તે તે ઘાતી કર્મરૂપ પ્રતિયોગીના સ્વરૂપના ભેદને કારણે તેના ઉપાયરૂપ અનુષ્ઠાનમાં ભેદ છે તેવો નિયમ નથી. માટે જે કોઈ ઉચિત અનુષ્ઠાન હોય તે સર્વ અનુષ્ઠાન જ્ઞાનાવરણીય આદિ સર્વઘાતકર્મના નાશ માટે એક શક્તિથી કારણ છે, ફક્ત સ્થૂલ વ્યવહારદૃષ્ટિથી જ આ અનુષ્ઠાન જ્ઞાનાવરણીયનો નાશક છે, આ