________________
૧૭૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સ્તબક-૫ | ગાથા-૧૦૦ આ કથનથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે તૃણાદિનું એક શક્તિથી તૃણ, અરણિ, મણિ આદિનું, વક્તિને અનુકૂળ એવી એકશક્તિથી વદિત હેતુપણું છે તે પ્રમાણે ઘણા પણ ઉપાયોનું રાગ-દ્વેષના વિલયના કારણભૂત જુદા જુદા અનુષ્ઠાતોરૂપ ઘણા પણ ઉપાયોનું, એકશક્તિથી જગમોહતાશને અનુકૂળ એવી એક શક્તિથી જ, કર્મનાશનું હેતુપણું અનુપાત્ર નથી એથી સર્વ અવદાત છે ફલમાં એકાંત છે, પ્રવૃત્તિમાં એકાંત નથી એમ જે પૂર્વમાં કહ્યું તે સર્વ કથન સુંદર છે. ૧૦૦ ભાવાર્થ :મોક્ષપ્રાતિ પ્રત્યે ભાષારહસ્ય ગ્રંથનો ઉપયોગ -
ગાથા-૯૮માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અધ્યાત્મયોગમાં પરિનિષ્ઠાવાળા ચારિત્રધર્મમાં હંમેશાં ઉઘુક્ત હિત મિત એવી ભાષા બોલે છે તે ચારિત્રની વિશુદ્ધિનું કારણ છે અને એ રીતે ચારિત્રની વિશુદ્ધિ કરીને મહાત્મા કેવળજ્ઞાન અને ક્રમે કરીને મોક્ષને પામે છે એમ ગાથા ૯૯માં કહ્યું. તેથી બુધ પુરુષે ચારિત્રની વિશુદ્ધિ માટે આ ભાષારહસ્ય ગ્રંથ છે તેવો નિર્ણય કરીને ચારિત્રના પાલનભૂત ગુણોમાં તે રીતે યત્ન કરવો જોઈએ જેથી પ્રસ્તુત ગ્રંથને અવલંબીને વચનગુપ્તિ અને ભાષાસમિતિ પ્રકર્ષવાળી બને જેથી રાગ-દ્વેષનો વિલય થાય.
આ કથનથી એ ફલિત થયું કે કલ્યાણના અર્થી સાધુ માટે રાગ-દ્વેષના વિલયમાં યત્ન વિષયક એકાંત છે, પરંતુ પ્રતિનિયત અનુષ્ઠાનના પાલન વિષયક એકાંત નથી; કેમ કે ચારિત્રપાલનના સર્વ ઉપાયો રાગષના વિલય દ્વારા જ મોક્ષ પ્રત્યે કારણ છે.
રાગ-દ્વેષના વિલયરૂપ ફળ પ્રત્યે એકાંત છે અને અનુષ્ઠાનવિષયક પ્રવૃત્તિમાં એકાંત નથી. તેને સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે --
ફળની ઇચ્છા ફળની પ્રાપ્તિ વગર પૂર્ણ થતી નથી અને સંયમ ગ્રહણ કરનાર મહાત્માનું પ્રયોજન વીતરાગતાની પ્રાપ્તિરૂપ ફળ છે તેથી વીતરાગતાના અર્થી જીવને વીતરાગતાની પ્રાપ્તિ સુધી વીતરાગતામાં યત્ન કરવો આવશ્યક છે માટે ફળમાં સાધની એકાંતે પ્રવૃત્તિ આવશ્યક છે.
વળી વીતરાગતાની પ્રાપ્તિના ઉપાયભૂત ચારિત્રનાં અનુષ્ઠાનો અનેક છે તેમાંથી કોઈ એક ઉપાયની પૂર્તિથી પણ ઉપાયની ઇચ્છાનો નિર્વાહ થાય છે. આથી જ ઢંઢણઋષિ પોતાના અંતરાયકર્મનો નાશ કરવા અર્થે અદનભાવથી ભિક્ષા અટનમાં યત્ન કરતા હતા એ ઉપાયની પ્રવૃત્તિથી પણ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, તો વળી નાગકેતુને પુષ્પપૂજારૂપ ભાવસ્તવના કારણ એવા દ્રવ્યસ્તવની પ્રવૃત્તિથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, તેથી અનેક ઉપાયોમાંથી એક ઉપાય પણ રાગ-દ્વેષના ઉચ્છેદને અનુકૂળ દઢ રીતે સેવવામાં આવે તો તે ઉપાયના સેવનથી વીતરાગતાની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે, માટે વીતરાગતાના ઉપાયભૂત અનુષ્ઠાનોના