Book Title: Bhasha Rahasya Prakaran Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 196
________________ ભાષારહસ્થ પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ / ગાથા-૯૯, ૧૦૦ ૧૭૩ ટીકાર્ય : ચરિત્રગુથ્થા ..... પ્રાતિ | ચારિત્રની શુદ્ધિથી મોહતો=અઠ્યાવીસ પ્રકૃતિમય કર્મનો, ક્ષય કરીને ત્યારપછી કેવળજ્ઞાનલક્ષ્મીને પ્રાપ્ત કરીને=સયોગીકેવલીભાવનો અનુભવ કરીને, ઉત્કર્ષથી પૂર્વકોઠીવર્ષ સુધી વિહાર કરીને શૈલેશીના યોગથી=યોગત્રયના વિરોધને કરવાથી, સુસંવૃત=સર્વસંવરવાળા આત્મા છે, અને જે આવા પ્રકારના મહર્ષિ છે તે અનુત્તર એવા મોક્ષસુખને સકલ સાંસારિકસુખના સમૂહથી અનંતગુણપણું હોવાને કારણે અને દુખના લેશથી અસંપુક્તપણું હોવાને કારણે અતિશાયી એવા મોક્ષસુખને, પ્રાપ્ત કરે છે. I૯૯ો. ભાવાર્થચારિત્રની વિશુદ્ધિથી મોહનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શૈલેશીના યોગથી સુસંવૃતા આત્માને મોક્ષસુખની પ્રાપ્તિ - જે મહાત્મા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને સદા આત્માના મોહથી અનાકુળ ભાવમાં સ્થિર થવા માટે દઢ માનસવ્યાપારપૂર્વક જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેઓ ચારિત્રની વિશુદ્ધિનું કારણ બને એવી જ હિતકારી ભાષા બોલે છે અને તે ભાષાના પ્રયોગથી અને અન્ય સર્વ ચારિત્રની ઉચિત પ્રવૃત્તિથી મોહનીયકર્મની અટ્ટાવીશ પ્રકૃતિઓને ક્ષય કરે છે; કેમ કે ચારિત્રમાં ઉદ્યમશીલ મહાત્મા ક્રોધાદિ ચાર કષાયોના પ્રતિપક્ષભૂત ક્ષમાદિ ભાવોમાં જ સદા યત્ન કરે છે તેથી ક્ષયોપશમભાવની વૃદ્ધિ દ્વારા સંપૂર્ણ મોહનો નાશ થાય છે. ત્યારપછી અન્ય ઘાતકર્મનો નાશ કરીને કેવળજ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને ઉત્કર્ષથી પૂર્વકોટી વર્ષસુધી સયોગીકેવલીભાવનો અનુભવ કરીને તે મહાત્મા આયુષ્યના અંતકાળે યોગત્રયનો નિરોધ કરે છે ત્યારે તે મહાત્મા સર્વસંવરવાળા બને છે. આવા મહાત્મા સર્વસંસારી જીવોના સુખના સમુદાયથી અનંતગુણ, દુઃખના લેશથી અસંગૃક્ત એવું પૂર્ણસુખ મોક્ષમાં છે તેને પ્રાપ્ત કરે છે. હલા અવતરણિકા : तदेवं चारित्रशुद्धर्मोक्षफलत्वमुक्त्वा प्रकृतग्रन्थोपयोगमाह - અવતરણિકાર્ય : આ રીતે-ગાથા-૯માં કહ્યું એ રીતે, ચારિત્રની શુદ્ધિનું મોક્ષફળપણું કહીને પ્રકૃત ગ્રંથના ઉપયોગને મોક્ષપ્રાપ્તિ પ્રત્યે ભાષારહસ્યગ્રંથના ઉપયોગને કહે છે – ગાથા : तम्हा बुहो भासारहस्समेयं चरित्तसंसुद्धिकए समिक्ख । जहा विलिज्जति हु रागदोसा, तहा पवट्टिज्ज गुणेसु सम्मं ।।१०० ।।

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210