________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | તબક-૫ | ગાથા-૯૮
૧૭૧
માઈ=પ્રકર્ષથી બોલનારા, થર્મપરાયUT=ધર્મમાં=ચારિત્રધર્મમાં, પરાયણ એવા, મહેસિt=મહર્ષિતી, માતા=ભાષા, વરVi=ચારિત્રને, વિશુદ્ધવિશુદ્ધ, રે કરે છે. II૯૮ ગાથાર્થ :
અધ્યાત્મયોગમાં પરિનિષ્ઠિત, હિતને અને મિતને પ્રકર્ષથી બોલનારા, ધર્મમાં ચારિત્રધર્મમાં, પરાયણ એવા મહર્ષિની ભાષા સાત્રિને વિશુદ્ધ કરે છે. II૯૮II ટીકા :
धर्म चारित्रधर्म, परायणस्य नित्यमुद्युक्तस्य, तथा अध्यात्मयोगे-परद्रव्यप्रवृत्तिनिवृत्तिप्रादुर्भूतप्रभूतगुणग्रामरामणीयकमये स्वस्वभावसमवस्थाने, परिनिष्ठितस्य प्राप्तनिष्ठस्य, तथा हितं आयतिगुणावह, मितं च-स्तोकं, प्रकर्षण=अवसरोचितत्वादिलक्षणेन, भाषमाणस्य महर्षेर्भाषा चरणं= चारित्रं, विशुद्धं विपुलनिर्जराप्रवणं करोति ।।१८।। ટીકાર્ચ -
થર્ષે ... રોતિ | ધર્મમાં પરાયણ–ચારિત્રધર્મમાં હંમેશાં ઉઘુક્ત, અને અધ્યાત્મયોગમાં પરિતિષ્ઠિત=પદ્રવ્યની પ્રવૃત્તિની નિવૃતિથી પ્રાદુર્ભત થયેલા ઘણા ગુણગ્રામથી રામણીયકમય એવા સ્વસ્વભાવના સમવસ્થામાં પ્રાપ્ત નિષ્ઠાવાળા, અને હિતને અને મિતને પ્રકર્ષથી બોલતા=ભવિષ્યમાં ગુણને કરનારા પરિમિત શબ્દને અવસર ઉચિતત્વાદિ લક્ષણ પ્રકર્ષથી બોલતા, એવા મહર્ષિતી ભાષા ચારિત્રને વિશુદ્ધ કરે છે–ચારિત્રને વિપુલ નિર્જરામાં સમર્થ કરે છે. II૯૮. ભાવાર્થ :કેવા મહાત્માની ભાષા ચારિત્રની વિશુદ્ધિનું કારણ બને છે? તેનું સ્વરૂપ :
જે મહાત્મા સંસારથી ભય પામેલા છે અને શાસ્ત્રના અધ્યયનથી સૂક્ષ્મ બોધ થયેલો છે કે આત્માથી ભિન્ન એવા સર્વ પણ દ્રવ્યવિષયક માનસિક-વાચિકાદિ વ્યાપારરૂપ પ્રવૃત્તિ સંસારનું કારણ છે તેથી તેનાથી નિવૃત્ત થઈને આત્માના સમભાવની વૃદ્ધિમાં વ્યાપારવાળા છે તેના કારણે અસંગપરિણતિના સ્થિરીકરણરૂપ ઘણા ગુણો વૃદ્ધિ પામ્યા છે તેથી સહજ રીતે પોતાના અસંગસ્વભાવમાં પ્રાપ્ત નિષ્ઠાવાળા છે અને ચારિત્રધર્મના કંડકોની વૃદ્ધિમાં હંમેશાં તત્પર છે અને કઈ ભાષા બોલવાથી ભવિષ્યમાં ગુણની પ્રાપ્તિ થશે તેનો નિર્ણય કરીને અવસરના ઔચિત્ય આદિનો નિર્ણય કરીને પરિમિતભાષા બોલે છે તેવા સાધુનું ચિત્ત સદા વીતરાગભાવમાં નિષ્ઠા પામવા માટે વ્યાપારવાળું છે, તેથી ઉચિત કાળે ઉચિત ભાષા બોલીને પણ તે મહાત્મા પોતાના ચારિત્રને વિશુદ્ધ કરે છે=વિપુલ નિર્જરાન કરે છે, તેથી જેઓ આ રીતે અંતરંગ અપ્રમાદવાળા નથી તેથી અસંવરના પરિણામવાળા હોવાથી જે કાંઈ બોલશે તેનાથી તે વચનપ્રયોગને અનુકૂળ જે જે પ્રકારના ભાવો થશે તે ભાવોને અનુરૂપ કર્મબંધની જ પ્રાપ્તિ કરશે, માટે જે મહાત્મા સદા ત્રણગુપ્તિના પરિણામને સ્થિર