________________
૧૭૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૭, ૯૮
સાધુના ચારિત્રના પરિણામની વૃદ્ધિ થાય છે, આમ છતાં નિમિત્તને આશ્રયીને ભાષા બોલવાને કારણે ચારિત્રના પરિણામની વૃદ્ધિના હેતુઓ અપકર્ષને પામે છે અથવા નાશ પણ પામે છે તેનું સમ્યક સમાલોચન કરીને જે ભાષા બોલવાથી પોતે જે ચારિત્રના પરિણામના વૃદ્ધિના હેતુઓ સેવે છે તેનો અપકર્ષ ન થાય કે નાશ ન થાય તેનો નિર્ણય કરીને ઉચિત ભાષા બોલવી જોઈએ. જેમ સાધુ ભગવાનના વચનથી આત્માને વાસિત કરીને ચારિત્રના પરિણામની વૃદ્ધિ થાય તે રીતે સ્વાધ્યાય આદિ સર્વ કૃત્યો કરે છે જેનાથી સાધુના સંયમના કંડકો પ્રાયઃ સદા વૃદ્ધિ પામે છે, છતાં અનાભોગથી કે કુતૂહલથી નિપ્રયોજન ભાષા બોલે તો અસંવરભાવની પ્રાપ્તિ થવાથી ચારિત્રના પરિણામની વૃદ્ધિના હેતુઓના સેવનમાં પ્લાનિ થાય છે તેથી અનાભોગથી કે કુતૂહલથી સાધુ કોઈ ભાષા બોલે નહિ પરંતુ સ્વપરના કલ્યાણનું અંગ જણાય તેવી ઉચિત ભાષા જ પ્રસંગે બોલે આ રીતે સ્વપરના કલ્યાણરૂપ ગુણોને અને પ્રમાદરૂપ ભાષાના દોષોને જાણીને પુષ્ટાલંબનથી કોઈ સાધુ વિહિત એવું ભાષણ ન કરે કે વિહિત કરતાં વિપરીત ભાષણ કરે તો પણ તે ભાષા કલ્યાણનું કારણ બને તેમ હોય તો સાધુને દોષની પ્રાપ્તિ નથી; કેમ કે ભગવાનની આજ્ઞા પોતાના અપ્રમાદની વૃદ્ધિ થાય અને યોગ્ય જીવોને માર્ગની પ્રાપ્તિ થાય તે પ્રકારે જ સર્વકૃત્યો કરવાની છે આથી જ કોઈ કત્યવિષયક એકાંતે કરવાની અનુજ્ઞા નથી કે એકાંતે કરવાનો નિષેધ નથી પરંતુ લાભના અર્થી વાણિયાની જેમ ગુણવૃદ્ધિરૂપ લાભના અર્થી સાધુ આય-વ્યયની તુલના કરે એ પ્રમાણે ઉપદેશમાલામાં કહેવાયું છે. llહ્યા અવતરણિકા -
अथ कीदृशस्येयं भाषा चारित्रं विशोधयतीत्याह -
અવતરણિકાર્ય :
હવે કેવા સાધુની આ ભાષા=અત્યાર સુધી વર્ણન કર્યું એ ભાષા, ચારિત્રની વિશુદ્ધિ કરે છે ? એને કહે છે –
ગાથા :
महेसिणो धम्मपरायणस्स अज्झप्पजोगे परिणिट्रिअस्स । पभासमाणस्स हियं मियं च, करेइ भासा चरणं विसुद्धं ।।१८।।
છાયા :
महर्षेर्धर्मपरायणस्य अध्यात्मयोगे परिनिष्ठितस्य ।
प्रभाषमाणस्य हितं मितं च करोति भाषा चरणं विशुद्धम् ।।१८।। અન્વયાર્થ :અપનોને અધ્યાત્મયોગમાં, ફિક્સ પરિતિક્તિ, દિવં હિતને, ર=અને, નિયંમિતને, માસ