________________
૧૬૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૬, ૯૭
વળી રાજાવિષયક અપવાદ કહે છે – રાજાને ધર્મપ્રાપ્તિ આદિ થાય તેવું કોઈ પ્રયોજન હોય કે રાજાથી અનર્થનું નિવારણ કરવાનું પ્રયોજન હોય ત્યારે રાજાની સ્તુતિ આદિ કરવી આવશ્યક જણાય તે વખતે દેવાદિ પદોથી પણ રાજાદિનું કથન કરે તો ચારિત્રમાં કોઈ મલિનતા પ્રાપ્ત થાય નહિ. Iબ્રા અવતરણિકા :
तदेवमुक्तः कियांश्चिदनुमतभाषाभाषणविधिः । अथ (ग्रन्थानम्-१००० श्लोक) कियद्विस्तरतोऽनुशासितुं शक्यमिति सामान्यतो रहस्योपदेशमाह - અવતરણિકાર્ય :
આ રીતે અત્યાર સુધી ચારિત્રભાવભાષાનું વર્ણન કર્યું એ રીતે કેટલીક અનુમત એવી ભાષાની ભાષણવિધિ કહેવાઈ=સાધુને સંયમના અર્થે બોલવા માટે ઉપયોગી એવી ભાષાના ભાષણની વિધિ કહેવાઈ, હવે કેટલા વિસ્તારથી અનુશાસન આપવા માટે શક્ય છે? અર્થાત્ વિસ્તારથી અનુશાસન આપવું શક્ય નથી એથી સામાન્યથી રહસ્યના ઉપદેશને=ભાષાવિષયક ચારિત્રની મર્યાદાના રહસ્યને કહેનારા ઉપદેશને કહે છે –
ગાથા :
दोसे गुणे य णाऊणं जुत्तीए आगमेण य । गुणा जह न हायंति, वत्तव्वं साहुणा तहा ।।९७।।
છાયા :
दोषान् गुणांश्च ज्ञात्वा युक्त्याऽऽगमेन च ।
गुणा यथा न हीयन्ते वक्तव्यं साधुना तथा ।।९७।। અન્વયાર્થઃ
નુત્તીપત્રયુક્તિથી, ચ=અને, સામેન=આગમથી, તોયે દોષોને, ર=અને "=ગુણોને, Ti=જાણીને= ભાષા બોલવાવિષયક દોષોને અને ગુણોને જાણીને, નદ=જે પ્રમાણે, UT=ગુણો ન હાયંતિ નાશ પામે નહિ, તહાં તે પ્રમાણે, સાધુ-સાધુએ, વત્તā=બોલવું જોઈએ. I૯૭યા ગાથાર્થ :
યુક્તિથી અને આગમથી દોષોને અને ગુણોને જાણીને=ભાષા બોલવાવિષયક દોષોને અને ગુણોને જાણીને, જે પ્રમાણે ગુણો નાશ પામે નહિ તે પ્રમાણે સાધુએ બોલવું જોઈએ. ll૯૭ી