________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૯
૧૬૭
ટીકા :
मेघ नभो मनुष्यं वा राजानं 'देव' इति मुनिर्न लपेत्, मिथ्यावादलाघवादिदोषप्रसङ्गात्, ‘कथं तर्हि वदेत्'? इत्याह – मेघं दृष्ट्वा 'उन्नतोऽयं मेघः' इति वदेत्, आकाशं पुनः ‘इदमन्तरिक्षमिति, રાનાનં ‘ઋદ્ધિમાનાં' રૂતિ |
कारणे च राजस्तुत्यादौ देवादिपदैरपि राजाद्यालापनं न विरुद्ध्यत इति ध्येयम् ।।१६।। ટીકાર્ય :
ઘં .... મેઘતે, નભ, અથવા મનુષ્યને રાજાને, દેવ આ દેવ છે, એ પ્રમાણે મુનિ બોલે નહિ; કેમ કે મિથ્યાવાદ અને લાઘવાદિ દોષનો પ્રસંગ છે.
તો કેવી રીતે સાધુ કહે ? એથી કહે છે -- મેઘને જોઈને ઉન્નત આ મેઘ છે આ પ્રમાણે કહે. વળી આકાશને જોઈને આ અંતરીક્ષ છે એ પ્રમાણે કહે. અને રાજાને જોઈને ઋદ્ધિમાન આ છે એ પ્રમાણે કહે અને કારણે રાજાની સ્તુતિ આદિમાં દેવાદિ પદોથી રાજાદિનું આલાપ વિરુદ્ધ નથી એ પ્રમાણે જાણવું. m૯૬ ભાવાર્થ :સાધુ શું બોલે અને શું ન બોલે તેનું કથન:
લોકમાં મેઘદેવ, નભોદેવ પ્રસિદ્ધ છે, તેથી સાધુ પ્રસંગ હોય અને બોલે કે મેઘ દેવ છે, નભ દેવ છે એમ બોલે તો મિથ્યાવાદનું પોષણ થાય; કેમ કે મિથ્યાદર્શનવાદી મેઘને, નભને દેવ માનીને તેની ઉપાસના કરતા હોય છે અને સાધુના વચનથી લોકોમાં પણ તે માન્યતા જૈન સાધુને સંમત છે તેવો પ્રવાદ ઉત્પન્ન થાય માટે સાધુ તેવા વચનો બોલે નહિ.
વળી રાજા પ્રજાનું રક્ષણ કરે છે માટે દેવ છે એ પ્રકારે પણ કેટલાક અન્યદર્શનવાદી માનતા હોય છે પરંતુ સાધુ તે પ્રકારે બોલે તો લાઘવ થાય; કેમ કે ઉપાસ્ય દેવ સિવાય કોઈને દેવ કહી શકાય નહિ, આમ છતાં જૈન સાધુ પણ રાજાને દેવતુલ્ય માને છે તેવો પ્રસંગ પ્રાપ્ત થાય.
વળી શિષ્યલોકને જણાય કે દેવગતિનામકર્મજન્ય દેવપણું દેવમાં છે, નભ વિગેરેમાં નથી અને દેવોના દેવ વીતરાગ છે તે સિવાય કોઈને દેવ કહેવાય નહિ; છતાં જૈન સાધુ મેઘને, નભને કે રાજાને દેવ કહે છે એથી મિથ્યાભાષી છે એ પ્રકારના દોષનો પ્રસંગ આવે, માટે તેવી ભાષા સાધુ બોલે નહિ. વસ્તુતઃ કોઈ પ્રયોજન ન હોય તો સાધુ નભવિષયક, મેઘવિષયક કે રાજાવિષયક કાંઈ બોલે નહિ, પરંતુ સંયમવૃદ્ધિનું કે અન્ય કોઈ પ્રયોજન હોય અને મેઘાદિવિષયક કહેવું આવશ્યક જણાય તો મેઘને જોઈને કહે કે આ ઉન્નત મેઘ છે, આકાશને જોઈને વળી કહે કે આ અંતરીક્ષ છે અને રાજાને જોઈને કહેવાનું પ્રયોજન હોય તો કહે કે આ ઋદ્ધિમાન છે.