________________
૨૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-પર योगेन । तथाहि - प्रवचनप्रद्विष्टनृपादिकं प्रति लब्धिमतो महर्षेः-'न त्वं नृप' इत्यादिक्रोधनिःसतं वचनं सत्यमेव, न चाऽत्र नृपपदस्य प्रशस्तनृपे लक्षणा, अन्यत्राऽपि तत्प्रसक्तेरित्येवमन्यत्राप्यूह्यम् પાપરા ટીકાર્ય :
પર્વ ..... કદામ્ II આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, દશ પ્રકારે અસત્યભાષા બતાવાઈ. કેવી રીતે બતાવાઈ ? એથી કહે છે –
યથાસૂત્રકશાસ્ત્રની પરિભાષાનું ઉલ્લંઘન કર્યા વગર, બતાવાઈ એમ અવાય છે. દર્શનીય શેષને અસત્યભાષાવિષયક કથન શેષને, કહે છે. આ બતાવાયેલી અસત્યભાષા પ્રશસ્તપરિણામના યોગથી સત્ય પણ થાય છે. તે આ પ્રમાણે –
ભગવાનના શાસન પ્રત્યે પ્રષવાળા રાજા વગેરે પ્રત્યે લબ્ધિવાળા મહર્ષિની “તું રાજા નથી' ઈત્યાદિ ક્રોધનિઃસૃત વચન સત્ય જ છે. અને અહીં તૃપપદની પ્રશસ્ત રાજામાં લક્ષણા નથી જેથી તે સત્યવચન છે તેમ કહી શકાય; કેમ કે અન્યત્ર પણ અસત્યભાષા પ્રશસ્તપરિણામ વગર બોલાયેલી હોય છે તેમાં પણ, તેની પ્રસક્તિ છે=લક્ષણાની પ્રસક્તિ છે. એથી આ રીતે=મહર્ષિના ક્રોધનિઃસૃત અસત્ય વચનને સત્ય કહ્યું એ રીતે, અન્યત્ર પણ ઊહ કરવો. પરા. ભાવાર્થ :હિતાર્થે પ્રયોજાયેલ અસત્યભાષા પરમાર્થથી સત્યભાષા :
દશ પ્રકારની અસત્યભાષાનું ગાથાના પૂર્વાર્ધથી નિગમન કરે છે અને ગાથાના ઉત્તરાર્ધથી તે દશ પ્રકારની ભાષાવિષયક કથનીયશેષને કહે છે –
કોઈ મહાત્મા યોગ્ય જીવોના હિતના અર્થે કે પ્રવચનના અનર્થના નિવારણ અર્થે પૂર્વમાં કહેલી દશ અસત્યભાષામાંથી કોઈ ભાષા કહે તો તે ભાષા સત્ય પણ બને છે; કેમ કે સામે વ્યક્તિના હિતાર્થે કે અન્ય કોઈ યોગ્ય જીવના હિતાર્થે તે ભાષા બોલાયેલી છે. જેમ કોઈક રીતે પ્રવચન પ્રત્યે દ્વેષને પામેલા રાજાદિને તેના પ્રતિબોધ અર્થે કે તેનાથી થતા યોગ્ય જીવના અનર્થના નિવારણ અર્થે કોઈ લબ્ધિવાળા સાધુ કહે કે “તું રાજા નથી' એ વચનમાં તે રાજાના અનુચિત વચન પ્રત્યે દ્વેષથી યુક્ત અસત્યવચન કહેવાયું છે, છતાં તેના ફળરૂપે તે રાજાનું હિત થાય તેમ હોય કે રાજાકૃત સુસાધુ આદિને થતા અનર્થોનું નિવારણ થતું હોય તો કહેનાર મહર્ષિનો પ્રશસ્ત પરિણામ હોવાથી કર્મબંધ થતો નથી, પરંતુ અહિતના નિવારણનો શુભ અધ્યવસાય વર્તે છે તેથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે માટે સ્વરૂપથી અસત્યભાષા પણ ફળથી સત્યભાષા છે.
અહીં કોઈ કહે કે “તું રાજા નથી' એ વચનપ્રયોગમાં રાજા શબ્દ પ્રશસ્ત રાજામાં લક્ષણાને કહેનાર છે. તેથી “તું રાજા નથી’ એ વચન સત્યવચન છે. તેને ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે લક્ષણાના