________________
૧૫૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ / ગાથા-૯૪ ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધનું પ્રતિસંધાન કરવા અર્થે સાધુ અન્ય શું ન બોલે ? તે બતાવતાં કહે છે –
કોઈક પ્રકારનો વ્યવહાર પ્રકાન્ત થયે છતે સાધુ કોઈને દ્વારા પુછાયેલો હોય અથવા કોઈના દ્વારા પુછાયેલો ન હોય છતાં તે વ્યવહારને જોઈને આ પ્રકારે બોલે નહિ તેમ બતાવીને કથનનું પ્રયોજન ઉપસ્થિત થાય તો તેના વિષયમાં શું વિધિવિશેષ છે ? તે સ્વયં આગળ બતાવશે.
સાધુ શું ન બોલે ? તે બતાવે છે –
આ વસ્તુ સ્વભાવથી સુંદર છે અર્થાત્ સવોત્કૃષ્ટ છે તેમ કહે નહિ. જેમ કોઈ વસ્તુને જોઈને લોકમાં પ્રશ્ન થયો હોય કે આ સુંદર છે કે નહિ ? તે વિવાદ વખતે સાધુને કોઈ પૂછે અને સાધુ લક્ષણશાસ્ત્રના જાણકાર હોય અને તેની સુંદરતાને જોઈ શકે તોપણ કહે નહિ કે આ સ્વભાવથી સુંદર છે અથવા સાધુની હાજરીમાં જ તે પ્રકારનો વિવાદ ચાલતો હોય કે આ સર્વોત્કૃષ્ટ નથી અને અન્ય કહે કે આ સર્વોત્કૃષ્ટ છે તે વખતે તે વસ્તુની શ્રેષ્ઠતાને જાણીને આ વસ્તુ સર્વોત્કૃષ્ટ છે તેમ સાધુ કહે નહિ; કેમ કે પૌગલાદિક પદાર્થવિષયક તે પ્રકારે કહેવામાં આરંભાદિ દોષના પ્રસંગો સાધુને પ્રાપ્ત થાય.
વળી સાધુ કોઈનાથી પુછાયેલો કે નહિ પુછાયેલો આ પરાઈ છે એમ બોલે નહિ ઘણા મૂલ્યથી ખરીદાયેલું છે તેમ બોલે નહિ; કેમ કે વસ્તુના લક્ષણને જાણનાર તે સાધુ હોય તેથી વસ્તુને જોઈને તેનું મૂલ્ય ઘણું છે તેમ જાણી શકે તોપણ એ પ્રકારે બોલવાથી સાધુના વચનને અવલંબીને કોઈ પ્રવૃત્તિ થાય તો આરંભાદિ દોષનો સંભવ રહે. કદાચ કોઈ આરંભાદિ દોષોનો સંભવ ન થાય તો પણ સાધુના તે વચનથી લોકોને જે પ્રકારના ભાવો થાય તેમાં સાધુ નિમિત્ત બને.
વળી સંયમના પ્રયોજન વગર તે પ્રકારે બોલવાથી અસંયમના પોતાના પરિણામોની પુષ્ટિ થાય છે માટે પણ સાધુ તે પ્રકારનું વચન બોલે નહિ.
વળી કોઈ વ્યવહાર પ્રવર્તતો હોય ત્યારે પુછાયેલા સાધુ કે નહિ પુછાયેલા સાધુ આ અતુલ છે, આ વસ્તુ અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી, તેમ તે વસ્તુને જાણવા છતાં એ પ્રકારે બોલે નહિ; કેમ કે આરંભાદિ દોષોનો પ્રસંગ છે.
વળી તે પ્રકારના પ્રયોગમાં પોતાની બુદ્ધિમાં પણ તે વસ્તુ અતુલ છે એ પ્રકારે તુચ્છ બાહ્ય પદાર્થવિષયક મહત્ત્વબુદ્ધિ થાય એ સંયમની પ્લાનિનું કારણ છે; કેમ કે સાધુ માટે મોહનાશને અનુકૂળ ઉત્તમ પરાક્રમ જ અતુલ છે અન્ય કાંઈ અતુલ નથી.
વળી ઉચિત વ્યવહાર પ્રકાન્ત થયે છતે પુછાયેલા કે નહિ પુછાયેલા સાધુ આ વસ્તુ અસંસ્કૃત છે અર્થાત્ આવી વસ્તુ અન્યત્ર પણ સુલભ છે એમ પણ કહે નહિ; કેમ કે વેચવા માટે આવેલ હોય અને તે વસ્તુને અતિદુર્લભ કહેતો હોય અને પદાર્થના સ્વરૂપને જાણનાર સાધુ તેમ કહે તો તે વેચનારને સાધુ પ્રત્યે દ્વેષ થાય, ધર્મ પ્રત્યે દ્વેષ થાય તો દુર્લભ બોધિ પણ બને. વળી સાધુના વચનથી જે કાંઈ પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય તે સર્વમાં સાધુને અનુમોદનની પ્રાપ્તિ થાય માટે તે પ્રકારે સાધુ બોલે નહિ.