________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૫
૧૬૧ અભાવ છે. અન્યથા=પ્રતિમામાં સ્થાપતાસત્યરૂપ જિતનો સ્વીકાર ન કરવામાં આવે તો, નિક્ષેપના વૈષ્ફલ્યનો પ્રસંગ છે=ભગવાનના ચારે વિક્ષેપ પૂજ્ય છે એ પ્રકારનું વચન હોવાથી સ્થાપનાતિક્ષપાને અપૂજ્ય સ્વીકારવાનો પ્રસંગ છે, એ પ્રમાણે દિશાસૂચન છે.
અને સદોષ આશંસન સાધુ બોલે નહિ, તે આ પ્રમાણે – દેવ, અસુર, મનુષ્ય અને તિર્યંચોના વિગ્રહમાં પરસ્પર યુદ્ધમાં, અમુકનો જય થાઓ અથવા અમુકનો જય ન થાઓ એ પ્રમાણે બોલે નહિ; કેમ કે અધિકરણ અને તેના સ્વામીના દ્વેષાદિ દોષનો પ્રસંગ છે અને વાયુ, વૃષ્ટિ, શીત, ઉષ્ણ, ક્ષેમ અને સુભિક્ષાદિક પણ થાઓ અથવા ન થાઓ એ પ્રમાણે બોલે નહિ; કેમ કે અતિશય પ્રાપ્ત વગર વચનમાત્રથી ફળનો અભાવ હોવાને કારણે મૃષાવાદનો પ્રસંગ છે. અને તે પ્રકારે થવામાં પણ આર્તધ્યાનનો ભાવ છે=પોતાના વચનાનુસાર વાતાદિ થાય તો આરંભાદિદોષજન્ય આર્તધ્યાનનો ભાવ છે અને અધિકરણાદિ દોષનો પ્રસંગ છે–સાધુના વચનપ્રયોગમાં અધિકરણાદિ દોષનો પ્રસંગ છે અને વાતાદિ થયે છતે જીવોને પીડાની આપત્તિ છે.
તો પછી=સાધુ સુભિક્ષ થાઓ ઈત્યાદિ ભાષા બોલે નહિ તો પછી, “સર્વ જગતનું શિવ થાઓ-સર્વજગત ઉપદ્રવ વગરનું થાઓ" એ પ્રમાણે કેમ બોલાય છે ? અર્થાત્ બોલાય નહિ; કેમ કે શિવમાં પણ=જગતમાં કોઈ ઉપદ્રવ વગેરે ન હોય એવા શિવમાં પણ, ચોરી આદિના=ચોરી અનાચાર આદિ અપકૃત્યોમાં, અંતરાયદોષનો પ્રસંગ છે એ પ્રકારે પૂર્વપક્ષી કહે તો, ગ્રંથકારશ્રી કહે છે –
સદાશયના વશથી આવા પ્રકારની પ્રાર્થનાનું=જગતના જીવોને ઉપદ્રવ ન થાઓ એવા પ્રકારની પ્રાર્થનાનું, અસત્યામૃષાનું અંગપણું હોવાથી શ્રુતભાવભાષામાં અધિકાર હોવા છતાં પણ શ્રુતભાવભાષામાં એ પ્રકારે સાધુને બોલવાનો અધિકાર હોવા છતાં પણ, પ્રકૃતનો અનુપયોગ છે=સાધુને કેવી ભાષા ચારિત્રની મર્યાદા અનુસાર બોલવી જોઈએ ? તે કથનમાં સુભિક્ષાદિનો નિષેધ કર્યો તેમ જગતના જીવોનું શિવ થાઓ તેનું વિધાન કરવું કે નિષેધ કરવો તેવો અનુપયોગ છે એ પ્રમાણે દિશાસૂચન છે. II૯૫ા. ભાવાર્થ :સાધુએ શું બોલવું અને શું ન બોલવું? તેનું કથન:- સાધુને કોઈક મહાત્માએ કોઈ અન્ય સાધુને આ સર્વ તમારે કહેવું જોઈએ એ પ્રમાણે કહેલું હોય અને તે વચનોનું યથાર્થ અવધારણ કરીને તે મહાત્મા તે સાધુને સર્વવચનો કહે અથવા તે મહાત્માએ કહ્યા પ્રમાણે તે સર્વ વચનો ગૃહસ્થને કહે ત્યારપછી તે સાધુ અભુચ્ચય વચનને કહે નહિ અર્થાત્ જે પ્રમાણે મને તે મહાત્માએ કહ્યું છે તે સર્વ વચનો મેં કહ્યાં છે, કોઈ વચન બાકી રહ્યું નથી એ પ્રમાણે સાધુ કહે નહિ; કેમ કે કહેનારા મહાત્માએ જે સ્વર, જે વ્યંજન, જે ઘોષ આદિથી વચનો કહ્યાં હોય તે સર્વ તે રીતે કહેવાનું અશક્યપણું હોવાને કારણે જે પ્રમાણે તે મહાત્માએ કહ્યું છે એ પ્રમાણે જ સર્વવચનો મેં કહ્યાં છે એમ તે સાધુ કહે તો અસંભવનું અભિધાન થવાને કારણે બીજા વ્રતમાં વિરાધનાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી બીજા