________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૫
વચનથી તેઓ કોઈપણ ક્રિયા કરે તેમાં અયતનાનું પ્રવર્તન થવાથી તે અયતનાપૂર્વકની પ્રવૃત્તિ કરાવવારૂપ દોષ પ્રાપ્ત થાય. આથી તેવા પ્રસંગે સ્વાભાવિક અસંયત જીવો જે કાંઈ પ્રવૃત્તિ કરે તે ક૨વાની સાધુની કોઈ પ્રેરણા નહિ હોવાથી તે કૃત્ય કરાવવા કૃત કે તે નૃત્યના અનુમોદનકૃત કર્મબંધની પ્રાપ્તિ થતી નથી અને જો સાધુ તે બેસે તો સારું કે આવે તો સારું અથવા આ કાર્ય કરે તો સારું આવો અભિલાષમાત્ર કરે તોપણ તે કાર્ય મનથી કરાવવાકૃત અને અનુમોદનાકૃત કર્મબંધની સાધુને પ્રાપ્તિ થાય, માટે અસંયતના કોઈ વ્યાપાર સાથે સાધુએ વિચારથી પણ વિકલ્પ ન થાય તે પ્રકારે સંવૃત્ત થવું જોઈએ અને તે સંવર કરવા અર્થે જ તેવી ભાષા બોલવી જોઈએ નહિ. જેથી સ્થૂલથી તે અસંયત બેસે કે ઊભા રહે એવા કૃત્યમાં સ્પષ્ટ કોઈ આરંભ દેખાય નહિ તોપણ ગૃહસ્થના કે અસંયતના સર્વ યોગો અસંયમના પરિણામ સાથે પ્રતિબદ્ધ છે તેથી તેઓને તે બેસવાની કે સૂવાની ક્રિયા કર્મબંધના કારણભૂત છે અને તેવી ક્રિયા કરવાની પ્રેરણા સાધુના વચનથી ગૃહસ્થને પ્રાપ્ત થાય તો તે અસંયતની પ્રવૃત્તિ પ્રત્યે સાધુનું વચન નિમિત્ત કારણ બને છે, છતાં તેના પરિહાર માટે સાધુ યતના ન કરે તો સુસંયત સાધુને પણ અસંયમના પરિણામની પ્રાપ્તિ થાય માટે ભાષાસમિતિની મર્યાદાનું સ્મરણ કરીને અસંયત સાધુને કે ગૃહસ્થને કોઈપણ પ્રકારની પ્રવૃત્તિનું કારણ બને તેવું કોઈ વચન કહેવું જોઈએ નહિ .
૧૬૩
વળી અસાધુલોકને આ સાધુ છે એ પ્રમાણે સાધુ કહે નહિ જેમ આજીવિકાદિ મતવાળા સંન્યાસીઓને લોકો આ સાધુ છે તેમ કહેતા હોય અથવા ભગવાનના શાસનમાં રહેલા પાસસ્થાદિ હોય અને વેશને કારણે લોકો સાધુ કહેતા હોય તોપણ સુસાધુ આ સાધુ એમ બોલે નહિ; કેમ કે સાધુપદથી વાચ્ય તો જેઓ નિર્વાણપદને સાધતા હોય તેવા જ સાધુ છે તેથી જેઓ તેવા નથી તેઓને સાધુ કહેવામાં આવે તો મૃષાવાદનો પ્રસંગ આવે.
અહીં કોઈ શંકા કરે કે સાધુવેશને જોઈને આ સાધુ છે એમ કહેવામાં આવે ત્યારે રૂપસત્યની કે સ્થાપનાસત્યની પ્રાપ્તિ થવાથી મૃષાવાદનો પ્રસંગ નહિ આવે; કેમ કે તે મહાત્માએ સાધુના વેશને જોઈને જ આ સાધુ છે તેમ કહ્યું છે તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે
ગુણની ઉપબૃહણા કરનાર એવો સાધુશબ્દ જે અન્વર્થમાં વપરાયેલો હોય તેનાથી અવિષયમાં મોહથી જ વપરાય છે અર્થાત્ જેઓને બોધ નથી કે સાધુપદથી વાચ્ય મોક્ષસાધક આત્માઓ છે, વેશધારી સાધુ નથી તેઓ અજ્ઞાનને વશ જ વેષને જોઈને આ સાધુ છે તેમ કહે છે પરંતુ સુસાધુ તેવું બોલે તો અસાધુમાં સાધુપદની ભ્રાન્તિનું કારણ બને તેવો તે વચનપ્રયોગ થાય માટે દોષના ફળવાળું જ તે વચન છે અને જે વચનથી દોષની પ્રાપ્તિ થતી હોય તે વચન મૃષાવાદરૂપ જ છે, માટે સાધુવેશને આશ્રયીને રૂપસત્ય અંતર્ગત આ પ્રયોગ થઈ શકે તેમ વિચારીને ચારિત્રના પરિણામવાળા સાધુ તેવો પ્રયોગ કરે નહિ.
આ કથનની જ પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે
સુસાધુમાં આ સાધુ છે એ પ્રકારનો પ્રયોગ સાધુના ગુણની અનુમોદનારૂપ હોવાથી નિર્જરાનું કારણ બને છે, આમ છતાં જ્ઞાન-દર્શન-ચારિત્રસંપન્ન એવા ભાવસાધુમાં આ સાધુ છે એ પ્રકારનું અભિધાન ન કરવામાં