________________
૧૬૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૫ વ્રતના રક્ષણ અર્થે સ્યાદ્વાદના સૂક્ષ્મબોધવાળા સાધુએ વિચારવું જોઈએ કે જે સ્વરથી જે ઉદાત્ત આદિથી તે મહાત્માએ વચનો કહ્યાં છે તેમાં કંઈક અન્યથા સંભવ છે માટે સાધુએ તેમજ કહેવું જોઈએ કે તે મહાત્માએ જે કાંઈ કીધું છે તે મેં સામાન્યથી તેમ જ કહ્યું છે તેથી સ્વરાદિકૃત ભેદને કારણે મૃષાવાદના પરિહારરૂપ બીજા વ્રતની વિરાધના પ્રાપ્ત થાય નહિ.
વળી સર્વ સાધુઓ વિહાર કરીને જવાના હોય તેવા સ્થાને પણ બધા ગયા છે કે નહિ તેવો સ્પષ્ટ નિર્ણય ન હોય તો બધા સાધુ ગયા છે તેમ કહે નહિ પરંતુ બધા ગયા છે તેવો સ્પષ્ટ નિર્ણય હોય તો જ બધા સાધુ ગયા છે તેમ કહેવું અને સંભાવના હોય તો પ્રાયઃ બધા ગયા છે, અને કોઈ રહ્યા હોય તો મને તેનું જ્ઞાન નથી તેમ કહેવું જોઈએ જેથી મૃષાવાદનો પ્રસંગ ન આવે.
અહીં નથી કોઈ શંકા કરે છે કે કોઈ જમવાનો પ્રસંગ હોય ત્યારે ગામના બધા લોકો જમવા આવ્યા હોય, ક્વચિત્ ગામમાંથી એક બે જમવા ન આવ્યા હોય તોપણ ગામના બધા લોકો જમવા આવ્યા છે એ પ્રકારે વ્યવહારમાં બોલાય છે, તેમ કોઈ સાધુએ કોઈકના દ્વારા કહેવાયેલું દરેક વચન સ્મૃતિમાં રાખીને તે દરેક વચનો તે પ્રકારે જ કહ્યાં હોય ફક્ત કોઈક સ્વર, વ્યંજનનો કે હૃસ્વ, દીર્ઘનો ભેદ પડે તોપણ તેમ કહી શકાય કે આ સાધુએ બધાં વચનો તે પ્રમાણે જ કહ્યાં છે, માટે સાધુને મૃષાવાદની પ્રાપ્તિ થશે નહિ. એ શંકાના નિવારણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે આ પ્રમાણે કહેવું નહિ; કેમ કે વ્યવહારમાં આખું ગામ જમવા આવ્યું તેમાં જે પ્રકારની વિવક્ષા છે તેવી વિવક્ષા મેં સર્વ કહ્યું છે એ સ્થાનમાં નથી પરંતુ યથાવતુ પૂર્ણ કહ્યું છે તેવી જ વિવક્ષા છે અને તેવું યથાવત્ કથન અસંભવિત હોવાથી મૃષાવાદનો પ્રસંગ છે.
વળી સર્વ ગામ જમવા આવ્યું છે તે સ્થાનમાં લોકવ્યવહારની અપેક્ષા છે તેથી એક બે જણ જમવા ન આવ્યા હોય તો પણ આ મૃષા બોલે એમ લોકમાં ગણાતું નથી પરંતુ ચારિત્રભાવભાષામાં આવા પ્રકારનો પ્રયોગ થાય નહિ અર્થાત્ ચારિત્રના પરિણામવાળા મુનિ સંવરના પરિણામવાળા હોય છે મૃતથી નિયંત્રિત થઈને સહેજ પણ મૃષા ન થાય એ પ્રકારે બોલનારા હોય છે એથી સંયમના પ્રયોજનપૂર્વક ગુપ્તિના પરિણામથી યુક્ત ચારિત્રની મર્યાદાનું સ્મરણ કરીને “લેશ પણ આ ભાષા મૃષા છે” તેવું કોઈ કહી શકે તે પ્રકારે સાધુ પ્રયોગ કરે નહિ, જેથી બીજા વ્રતમાં અતિચાર લાગે નહિ માટે સ્વરાદિકૃત ન્યૂનતાને આશ્રયીને પણ આ ભાષા પૂર્ણ તે રીતે કહેવાઈ નથી તેવું કહેવાનો પ્રસંગ પ્રાપ્ત ન થાય તે રીતે જ સાધુ વચનપ્રયોગ કરે.
વળી આ પ્રકારે અભ્યશ્ચય વચન સાધુ ન કહે તે સાંભળીને કોઈ બુદ્ધિમાન પુરુષને જિજ્ઞાસા થાય કે આ સાધુએ દરેક વચનો એ પ્રમાણે જ કહ્યાં છે, છતાં અમ્યુચ્ચય કહેતા નથી તેનું શું કારણ ? તેથી તે સાધુને પૃચ્છા કરે અને સાધુ કહે કે આ પ્રકારની ચારિત્રના બીજા વ્રતવિષયક અમારી મર્યાદા છે તે સાંભળીને બુદ્ધિમાન પુરુષને આ ભગવાનનું શાસન આપ્ત પુરુષથી પ્રણીત છે જેથી આ પ્રકારે સૂક્ષ્મ પણ મૃષાવાદના પરિહાર અર્થે સંયમમાં યત્ન બતાવેલ છે તેથી યોગ્ય જીવને ધર્મની પ્રાપ્તિ થવાની સંભાવના રહે છે.
વળી અયતનાવાળા સાધુઓને કે ગૃહસ્થોને સાધુ આજ્ઞપ્તિ ભાષા કહે નહિ અર્થાત્ તમે બેસો, આવો, આ કાર્ય કર, તું સૂઈ જા, ઊભો રહે, તું જા, ઇત્યાદિ રૂપ કોઈ વચનપ્રયોગ કરે નહિ; કેમ કે સાધુના