________________
૧૫૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૪
વળી પૂર્વમાં કહેલ કે આ વનાદિ સુષુચ્છિન્ન છે એમ કહે નહિ; કેમ કે સાવઘનો પ્રસંગ થાય, પરંતુ અન્ય સાધુઓને આ ભૂમિ અચિત્ત છે માટે ઉચિત પાઠવવા આદિ અર્થે યોગ્ય છે એવો બોધ કરાવવા અર્થે કહે કે પ્રયત્નથી ચ્છિન્ન આ વનાદિ છે જેથી તે સાધુને બોધ થાય કે આ વનનાં સર્વ સ્થાનો તે રીતે છેદાયાં છે કે જેથી ભૂમિ અચિત્ત છે અને આ સુંદર છેડાયાં છે એમ કહેવાથી તે છેદન ક્રિયાના અનુમોદનનો પ્રસંગ પ્રાપ્ત થાય માટે અત્યંત ઉપયોગપૂર્વક પરિણામનું રક્ષણ થાય તે રીતે ભાષા બોલે. જો તે પ્રકારના તાત્પર્યશુદ્ધિથી ન બોલે તો આ પ્રયત્નચ્છિન્ન વનાદિ છે તેમ કહેવાથી પણ પોતાના હૈયામાં આ સુંદર છેડાયું છે તેવો જ ભાવ ઉપસ્થિત થાય તો સાવદ્યની અનુમતિ પ્રાપ્ત થાય માટે તાત્પર્યની શુદ્ધિમાં ઉપયુક્ત થઈને પોતાના પરિણામમાં તે સુંદર રીતે છેદાયેલા વનને જોઈને એવો ભાવ ન થાય એ રીતે બોલે.
વળી કોઈ સુંદર કન્યા હોય અને આ કન્યા સુંદર છે એમ સાધુ બોલે નહિ એમ પૂર્વમાં સાવઘ વચનના પરિવારમાં કહેલ. આમ છતાં કોઈ કન્યા સંયમ ગ્રહણ કરવા માટે તત્પર થયેલ હોય અને ગીતાર્થ પાસે તેના સંબંધી વગેરે તેના વિષયક પૃચ્છા કરે અને સાધુને જણાય કે આ કન્યામાં ગુણસંપત્તિ છે અને રૂપસંપત્તિ પણ છે માટે દીક્ષા ગ્રહણ કર્યા બાદ સમ્યક્ તેનું પાલન કરવામાં આવશે તો ગુણવૃદ્ધિ કરશે તેવો બોધ કરવવા અર્થે સાધુ કહે કે આ કન્યા પ્રયત્નથી સુંદર છે અર્થાત્ દીક્ષા અપાયા પછી ઉચિત ગુરુ દ્વારા સમ્યક ગ્રહણશિક્ષા આદિ આપવામાં આવશે તો પ્રયત્નથી સુંદર થાય એવી આ કન્યા છે, તેવું સાંભળીને તેની હિતચિંતા કરનાર સ્વજનાદિ ઉચિત સ્થાને સંયમ આપીને તેનું કઈ રીતે હિત થાય તેનો નિર્ણય તે મહાત્માના વચનથી કરીને સમ્યગું યત્ન કરી શકે છે અને મહાત્માએ પણ પોતાના વચનપ્રયોગમાં તાત્પર્યની શુદ્ધિથી સુંદર કન્યાવિષયક કહેવામાં વિધિવિશેષનો નિર્ણય કરીને તેનું નિરવદ્ય જ વચન કહે તો અવશ્ય મહાનિર્જરાની પ્રાપ્તિ થાય. કોઈ કન્યા દીક્ષા લેવા તત્પર થયેલ હોય અને દીક્ષિત થયા પછી સમ્યફ પાલન થાય તેમ ન હોય છતાં વિચાર્યા વગર મુગ્ધતાથી પ્રયત્ન સુંદર છે તેમ પ્રયોગ કરે તો તે કન્યાનું જે અહિત થાય તેની ઉપેક્ષા પ્રત્યે પણ સાધુને અનુમોદનની પ્રાપ્તિ થાય. માટે વચનગુપ્તિની અને ભાષાસમિતિની મર્યાદાનો નિર્ણય કરીને જે સાધુ ઉચિત બોલે છે તે જ નિરવદ્ય વચન બોલે છે.
અને સર્વ જ કૃતાદિ સાધુ કર્મનિમિત્ત બોલે યોગ્ય શિષ્યાદિને તે વિષયક ઉચિત બોધ કરાવવા અર્થે કહે પરંતુ સાવદ્ય પ્રવૃત્તિનું અનુમોદન થાય તે રીતે બોલે નહિ. જેમ કોઈએ કોઈ સુંદર કૃત્ય કર્યું હોય અને તે કૃત્યુનું અનુમોદન કરવાથી આરંભની અનુમતિ આદિનો પ્રસંગ હોય ત્યારે આ સુંદર કૃત્ય કરાયું છે એમ કહે નહિ પરંતુ શિષ્યને બોધ કરાવવા અર્થે કે આ પ્રકારનું બાહ્ય કૃત્ય કોઈએ સુંદર કર્યું હોય અને પોતે તેમાં નિપુણ હોય તેથી તે સુંદર કૃત્યને પોતે તે સ્વરૂપે જોઈ શકે તોપણ તેવા સુંદર કૃત્યાદિને જોઈને ક્યા સંયોગમાં શું બોલવું જોઈએ જેથી સંયમની મર્યાદાનો ભંગ ન થાય અને તે તે સંયોગ અનુસાર ઉત્સર્ગ અપવાદનું તે શિષ્ય ઉચિત યોજન કરી શકે તેવા કર્મનિમિત્ત=શિક્ષાનિમિત્ત, કોઈક વિવક્ષિત સર્વ જ કૃતાદિ સાધુ કહે અર્થાતુ આ સારી રીતે ખરીદાયું છે, આ સુવિદીત છે ઇત્યાદિ પોતે જાણતા હોય તેવા પ્રસંગે