________________
૧૫૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સબક-૫ | ગાથા-૯૪, ૫ ઉત્સર્ગથી શું બોલવું જોઈએ, અપવાદથી શું કરવું જોઈએ ? ઇત્યાદિનો બોધ કરાવવા અર્થે ક્રતાદિવિષયક પણ સાધુ કહે.
વળી કોઈએ ગાઢપ્રહાર કરેલ હોય અને તેવું કહેવાથી કોઈક હિતની પ્રાપ્તિ જણાય તો ગાઢપ્રહાર પણ કહે જેમ દ્રોપદીના જીવે પૂર્વભવમાં સાધુને કડવી તુંબડી વહોરાવી. ગુરુના વચનાનુસાર આ કડવી તુંબડી છે તેમ જાણીને તે સાધુ પરઠવવા જાય છે અને જીવવિરાધનાને જાણીને તે સાધુ સ્વયં તે તુંબડી વાપરે છે તેથી કાળ કરી જાય છે. આ રીતે અન્ય સાધુના અનર્થના નિવારણ માટે મહાત્માએ સાધુઓને કહ્યું કે નગરમાં જઈને મુખ્ય મુખ્ય સ્થાને તમે જાહેર કરો કે આ રીતે આ બ્રાહ્મણીએ કડવી તુંબડી વહોરાવીને ઋષિહત્યા કરી છે જેથી લોકોનો તિરસ્કાર પામેલી અને ઘરમાંથી કાઢી મૂકેલી તે બ્રાહ્મણી દુર્ગાન કરીને છઠ્ઠી નરકે જાય છે. તોપણ આ રીતે કહેવાથી અન્ય કોઈ સુસાધુનો ઘાત ન થાય એથી મોક્ષમાર્ગમાં પ્રસ્થિત એવા સુસાધુ પણ આવા નિમિત્તને પામી દુર્ગતિમાં ન જાય એવા ઉત્તમ અધ્યવસાયથી કહેવાયેલું તે વચન નિરવદ્ય જ છે, માટે સંયોગ અનુસાર ક્વચિત્ પ્રયોજનમાં ગાઢપ્રહારને ગાઢપ્રહાર પણ કહે, આ રીતે તે અપ્રીતિ આદિ દોષોનો પણ પરિહાર થાય છે; કેમ કે યોગ્ય શિષ્યને શિક્ષા નિમિત્તે કહેવાયેલું હોય તો કોઈને અપ્રીતિ આદિ પ્રસંગો પ્રાપ્ત થાય નહિ, ક્વચિત્ અપવાદથી કહેવાયેલું હોય ત્યારે કદાચ કોઈને અપ્રીતિ આદિ થાય તેના કરતાં બલવાન પ્રયોજન સુસાધુના સંયમરક્ષણનું હોય ત્યારે તે અપ્રીતિ આદિ દોષો પણ કર્મબંધનાં કારણો બનતા નથી; કેમ કે આશયની શુદ્ધિ છે, આથી જ દ્રૌપદીના જીવને તે સાધુના વચનથી અપ્રીતિ આદિ થવા છતાં વિવેકપૂર્વકની સાધુની પ્રવૃત્તિ હોવાથી કર્મબંધનું કારણ બનતી નથી માટે નિરવદ્ય જ છે.
વળી સાધુને કોઈ ગૃહસ્થ પોતાના ઉચિત વ્યવહાર અર્થે પૃચ્છા કરે કે આ વસ્તુ ખરીદ કરવા જેવી છે કે નહિ ? ત્યારે સાધુ તેને શું કહે તે બતાવે છે –
જો પોતે તેના મૂલ્યવિશેષને જાણતા ન હોય તો કહે કે આ વસ્તુના મૂલ્યવિશેષને હું જાણતો નથી અને કદાચ પોતે જાણતા હોય તોપણ કહે કે અમે જ્ય-વિજ્યયોગ્ય વસ્તુ કોઈને આપતા નથી તેથી આ વિષયમાં અમારાથી કાંઈ કહેવાય નહિ; કેમ કે પાપથી વિરામ પામેલા એવા અમોને આવા પ્રકારના વ્યાપારથી શું પ્રયોજન છે અર્થાત્ આ વસ્તુ મૂલ્યવાન છે કે નહિ ઇત્યાદિ જાણવું અને લોકોને કહેવું ઇત્યાદિથી અમારે શું પ્રયોજન છે, વસ્તુતઃ નિરારંભ જીવનવિષયક જ પ્રવૃત્તિનું જાણવું અને સેવવું એ અમારું મુખ્ય પ્રયોજન છે, આ પ્રકારે ઉચિત કથન કરવાથી સાધુને કોઈ આરંભદોષની પ્રાપ્તિ થતી નથી. II૯૪ના અવતરણિકા :
વળી સાધુએ અન્ય શું શું ન બોલવું જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
अब्भुच्चयं ण भासिज्जा आणत्तिं अजयाण य । असाहुलोगं साहु त्ति सदोसासंसणं तहा ।।९५ ।।