________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ- ૨ | સ્તબક-૪ | ગાથા-૭૫
૮૫
તે પ્રજ્ઞાપનીભાષા કહેવાય=યોગ્ય જીવને ઉચિત પ્રવૃત્તિના બોધ અર્થે કહેવાયેલ ભાષા પ્રજ્ઞાપની ભાષા કહેવાય.
આ પ્રકારનું પ્રજ્ઞાપનીભાષાનું સ્વરૂપ બતાવવાથી કોઈકને ભ્રમ થાય કે જે કાંઈ ઉપદેશવચનો છે તે સર્વ વિધિવાદ છે. તેના નિવારણ માટે કહે છે –
વિધિનો ઉપદેશ એટલે કૃતિસાધ્યત્વાદિક અર્થ જ છે પરંતુ અપૂર્વવાદિ અર્થ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે વિવેકી ગુરુ યોગ્ય શિષ્યને તે પ્રકારનો જ ઉપદેશ આપે જેથી તે સાંભળીને તેને બોધ થાય કે આ કૃત્ય મારી કૃતિથી સાધ્ય છે તે કૃત્ય કરવાથી મને કોઈ બળવાન અનિષ્ટ નથી અને મારા ઇષ્ટનું સાધન છે, તેથી તે ઉપદેશને સાંભળીને તે યોગ્ય શિષ્યને કર્તવ્યત્વનો બોધ થાય છે જેથી તે કૃત્ય કરીને તે ઇષ્ટ ફળને પ્રાપ્ત કરે છે. જેમ યોગ્ય શિષ્ય હોય, સંયમ પાળવામાં સમર્થ હોય અને કોઈક સ્થાનમાં ભ્રમથી પ્રમાદ કરીને પ્રાણિવધના અનર્થને પ્રાપ્ત કરતો હોય. દા.ત. પ્રમાદથી પડિલેહણ કરીને છકાયની વિરાધના સાધુને પ્રાપ્ત થાય છે. તે વખતે તેને બોધ કરાવવા અર્થે ઉપદેશક કહે કે પ્રાણિવધથી નિવૃત્ત થયેલા જીવો દીર્ધાયુષવાળા થાય છે, તેથી પ્રાજ્ઞ એવા શિષ્યને બોધ થાય છે કે હું અપ્રમાદ ભાવથી સંયમના આચારો પાળીશ તો છકાયના જીવના વધથી નિવૃત્તિ થશે. જેથી દીર્ધાયુષવાળા સુદેવત્વાદિ ભવોની પ્રાપ્તિ થશે. પોતે સંયમમાં અપ્રમાદ કરીને છકાયના વધનું તે નિવર્તન કરી શકે તેમ છે, તેથી તે પ્રકારની સંયમની ઉચિત યતના તેને કૃતિસાધ્ય જણાય છે અને સદ્ગતિઓમાં દીર્ધાયુષની પ્રાપ્તિરૂ૫ ઇષ્ટનું સાધન તે અહિંસા તેને કૃતિસાધ્ય જણાય છે. અહિંસાપાલન માટે જે અપ્રમાદથી યતના કરવા માટે તેને જે શ્રમ કરવો પડે છે તેનાથી બલવાન અન્ય કોઈ અનિષ્ટ તે પ્રકારના સંયમપાલનમાં નથી તેવો નિર્ણય થાય છે તેથી તેવા જીવને આશ્રયીને તે વિધિનો ઉપદેશ પ્રજ્ઞાપનીભાષા બને છે અર્થાત્ તે વિધિના ઉપદેશથી તે શિષ્ય ઉચિત પ્રવૃત્તિ કરીને હિત સાધે છે.
પરંતુ કોઈ યોગ્ય શ્રોતા હોય છતાં તેની કૃતિથી સાધ્ય ન હોય એવા પદાર્થવિષયક કોઈ ઉપદેશક ઉપદેશ આપે તો તે અપૂર્વકથનાદિરૂપ તે ભાષા બને અર્થાત્ પૂર્વમાં તેને બોધ ન થયો હોય તેવા સંયમાદિનું વર્ણન કરે તે વિધિવાદ બને નહિ; કેમ કે શ્રોતાને પોતાની કૃતિથી સાધ્ય નથી તેવું જ્ઞાન થવાથી એ ઉપદેશથી શ્રોતાની પ્રવૃત્તિ થાય નહિ.
અથવા તો કોઈ ઉપદેશક શાસ્ત્રવચનથી કે સ્વપ્રજ્ઞાથી ઉલ્કાવન કરાયેલા અપૂર્વ પદાથાં કહે જે સાંભળીને શ્રોતાની તેમાં પ્રવૃત્તિ થાય નહિ તે સર્વ વિધિવાદ બને નહિ પરંતુ યોગ્ય શ્રોતાને કોઈ ઉપદેશક ભાવસાધુનું સ્વરૂપ કહે અને શ્રોતામાં તેવું પાળવાની શક્તિ ન હોય તોપણ તેવા ભાવસાધુ પ્રત્યે તેને રુચિ થાય છે. તેવા ભાવસાધુની મારે ભક્તિ કરવી જોઈએ ઇત્યાદિ જ્ઞાન થાય છે તેથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ આદિરૂપ વિધિમાં તેની પ્રવૃત્તિ થાય છે માટે તે પ્રજ્ઞાપનીભાષા કહેવાય. પરંતુ જે વચનોના શ્રવણથી આત્મહિતને અનુકૂળ કોઈ પ્રવૃત્તિ થાય નહિ તેવાં અપૂર્વ વચનો કે અન્ય વચનો પ્રજ્ઞાપનીભાષારૂપ નથી. વળી, કોઈ જીવ વંકચૂલ આદિની જેમ અતિહિંસક હોય અને તેને તેની ભૂમિકા અનુસાર કોઈ ઉપદેશક કહે