________________
૧૪૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૩
વળી કોઈ નદી નાવથી તરી શકાય તેવી જ હોય ત્યારે પણ તે સાધુ અન્ય સાધુને કહે નહિ કે આ નાવથી તરી શકાય તેમ છે; કેમ કે તે વચન સાંભળીને કોઈ ગૃહસ્થને શંકા થાય કે નાવ વગર જવામાં વિઘ્ન થશે માટે તે ગૃહસ્થ સાધુના વચનને સાંભળીને નાવથી જવા પ્રયત્ન કરે તેવો પ્રસંગ પ્રાપ્ત થાય માટે યતનાપરાયણ સાધુએ જેમ જીવરક્ષા માટે યતના આવશ્યક છે તેમ જીવહિંસાના પરિવારનું કારણ બને તેવી ભાષાની યતનામાં પણ અવશ્ય યત્ન કરવો જોઈએ.
વળી કોઈ નદી પ્રાણીથી પેય હોય તટમાં રહેલા પ્રાણીથી પાણી પી શકાય એવી હોય, તેવી નદીને પણ આ પ્રાણીથી પેય છે તેમ સાધુ બોલે નહિ; કેમ કે તે પ્રકારે સાંભળીને કોઈકને નદીમાં તે પ્રકારે પાણી ગ્રહણ કરવાનો પરિણામ થાય. જો કે નદીને જોવા માત્રથી પણ તે પ્રકારે તે જીવો પ્રવૃત્તિ કરી શકે છે, છતાં સાધુના વચનના શ્રવણથી તે પ્રકારે ઉપસ્થિતિ થવાને કારણે તટ ઉપર રહીને પીવા યત્ન કરે તેમાં સાધુનું વચન પ્રવર્તક બને માટે તે પ્રકારના આરંભના પ્રસંગના નિવારણ અર્થે અન્ય સાધુને કથનના પ્રયોજન વખતે પણ પ્રાણિપય છે તેમ કહે નહિ.
અહીં પ્રશ્ન થાય કે ઉપરમાં બતાવેલા નદીના સ્વરૂપોમાંથી કોઈ પ્રકારે નદી છે તેવું જ્ઞાન નદી ઊતરીને આવેલા સાધુને અથવા નદી ઊતરનાર ન હોય છતાં કોઈક રીતે નદીના તે પ્રકારના સ્વરૂપને જાણતા હોય અને અન્ય સાધુને માર્ગકથનાદિનું પ્રયોજન હોય ત્યારે શું કહે ? તેથી કહે છે –
શુદ્ધવચનથી કહે અર્થાત્ તેવા ગૂઢાર્થ શબ્દોનો પ્રયોગ કરે જેથી સાધુની ભાષાથી અન્ય સાધુ તેનો બોધ કરી શકે અને તે વચન સાંભળીને ગૃહસ્થની તે પ્રકારની પ્રવૃત્તિ થવાનો સંભવ રહે નહીં તેવાં શુદ્ધ વચનો કહે. જેમ નદી પૂર્ણ હોય તો બહુભૂત છે તેમ કહે, જેથી ગૃહસ્થને તે સાધુને નદી જલથી પૂર્ણ છે તેવો બોધ થાય.
વળી કાયાથી કરી શકાય તેવી હોય તો બહુ અગાધા કહે અર્થાત્ પ્રાયઃ ગંભીર છે. વળી નાવથી તરી શકાય તેવી હોય તો કહે કે બહુસલિલોત્પીડોદકવાળી છે અર્થાતુ બહુપાણીથી ઉત્પીડકવાળી છે–પ્રતિશ્રોતોથી વાહિત અપર નદીવાળી છે. વળી પ્રાણીથી પેય હોય તો કહે કે બહુવિસ્તીર્ણ ઉદકવાળી છે. સ્વતીરને પ્લાવન કરવામાં પ્રવૃત્તજળવાળી છે.
આ પ્રકારના શબ્દપ્રયોગથી પ્રાયઃ ગૃહસ્થોને પ્રવૃત્તિ કરવા વિષયક કોઈ બોધ થતો નથી. અન્ય સાધુઓ સંયમના પ્રયોજનથી ગમનાદિ કરે તેમાં પણ સાધુને કોઈ પ્રકારના દોષની પ્રાપ્તિ નથી પરંતુ સુસાધુના સંયમની પ્રવૃત્તિમાં સહાયક થવાને અનુકૂળ શુભ અધ્યવસાય હોવાથી નિર્જરાની જ પ્રાપ્તિ છે. ફક્ત સાધુના વેષમાં પ્રમાદી સાધુ હોય અને અયતનાપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોય તો તે સાધુને તે પ્રસંગમાં સંયોગને અનુરૂપ ઉચિત કથન કરવું જોઈએ, તેથી તેઓના અસંયમની અનુમોદનાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ અને મૃષા કહેવાનો પ્રસંગ પણ ન આવે.
અહીં=નદીના શુદ્ધપ્રયોગોમાં, કોઈ સાધુ યત્ન કરે અને જે શ્રોતા તે વચનના તાત્પર્યનું પરિજ્ઞાન કરી