________________
૧૪૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૩, ૯૪ શકે તેવો નિપુણ હોય તો સાધુના શુદ્ધ વચનથી શ્રોતાની તે પ્રકારના પ્રવૃત્તિ કે નિવૃત્તિ આદિ દોષો નદી પૂર્ણ છે ઇત્યાદિ કહેવાથી પ્રાપ્ત થતા હતા તે સર્વ દોષો, પ્રાપ્ત થશે. વળી, જો સાધુ અન્ય સાધુના પ્રશ્નમાં જવાબ આપે નહિ તો અન્ય સાધુના સંયમ અર્થક ઉચિત પ્રયોજનની સિદ્ધિ થાય નહિ, માટે સાધુએ સંમુગ્ધ ઉત્તર જ આપવો જોઈએ જેથી બહુલતાએ ગૃહસ્થો તાત્પર્ય ધારણ કરી શકે નહિ અને અન્ય સુસાધુના પ્રયોજનની સિદ્ધિ થાય.
કોઈક વખતે કોઈક ગૃહસ્થ સાધુને નદીવિષયક પૃચ્છા કરે અને સાધુ કહે હું જાણતો નથી ત્યારે આ સાધુ પ્રત્યક્ષમૃષાવાદી છે એવું જણાવાથી ગૃહસ્થને થાય કે આ સાધુઓ મૃષાવાદ બોલનારા છે તેથી શાસનનો ઉદ્દાહ થાય અને તે ગૃહસ્થને સાધુ પ્રત્યે પ્રàષ આદિ પણ થાય, જેથી તેને પાપબંધની પ્રાપ્તિ થાય તેમાં સાધુ નિમિત્ત બને, તેથી તેવા સાધુ ગૃહસ્થને પણ ગૂઢાર્થ ભાષાવાળો સમુગ્ધ જ ઉત્તર આપે જેથી શ્રોતાને થાય કે આ સાધુ શું કહે છે ? તે જ સમજાતું નથી. ક્વચિત્ પ્રાજ્ઞ શ્રોતા તે વચનના તાત્પર્યનું જ્ઞાન કરીને પ્રવૃત્તિ કરે તો પણ સાધુએ શાસ્ત્રમર્યાદા અનુસાર ઉચિત યતના કરેલ હોવાથી કોઈ દોષની પ્રાપ્તિ સાધુને થાય નહિ; કેમ કે શાસનના ઉડ્ડાહના નિવારણ અર્થે અને ગૃહસ્થને પ્રક્વેષ ન થાય તેની પણ ચિંતા કરીને અને પોતાના વચનથી પ્રાયઃ તે પ્રકારનો પ્રયત્ન ગૃહસ્થથી થાય નહિ તેની પણ વિચારણા કરીને સાધુએ ઉત્તર આપેલો છે. તેથી યતનાપરાયણ સાધુથી અશક્ય પરિહાર એવી હિંસા થવાને કારણે જેમ દોષની પ્રાપ્તિ થતી નથી તેમ ભાષાવિષયક સર્વ ઉચિત યતનાપરાયણ સાધુના વચનથી ક્વચિતું ગૃહસ્થની તે પ્રકારની પ્રવૃત્તિ થાય તે પણ અશક્યપરિહારરૂપ હોવાથી સાધુને કર્મ બંધની પ્રાપ્તિ નથી.
આમાં દશવૈકાલિક ચૂર્ણિકારની સાક્ષી આપી છે તે પ્રમાણે એ પ્રાપ્ત થાય કે સાધુને નદીવિષયક કોઈ પ્રશ્ન કરે ત્યારે સાધુ ગૃહસ્થને નદીવિષયક બહુભૂતાદિ અસ્પષ્ટ કહે અને તરત જલ્દીથી આગળ જતા રહે જે પ્રમાણે તે ગૃહસ્થને ખબર પડે નહિ કે સાધુ કંઈક કહે છે, શું કહે છે ? તે ખબર પડે નહિ.
આ સર્વ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – નદીવિષયક કોઈ સાધુ પૂર્વમાં કહ્યું એવાં શુદ્ધ વચનોથી અન્ય સાધુને કહે તે સમુગ્ધ વચનો હોવાથી તે વચનમાં વ્યુત્પન્ન અને પ્રશ્નમાં તત્પર એવા મુનિઓના સંયમના પ્રયોજનની સિદ્ધિ થાય છે અને ગૃહસ્થની તે વચનોના શ્રવણને કારણે અનુષંગથી પણ અધિકરણની પ્રવૃત્તિ થતી નથી; કેમ કે તે વચનના શ્રવણથી ગૃહસ્થને પ્રાયઃ નદીવિષયક કોઈ બોધ થતો નથી. lલ્લા અવતરણિકા - શિખ્ય –
અવતરણિકાર્ય :વળી સાધુને અન્ય શું બોલવું ઉચિત છે ? અને શું બોલવું અનુચિત છે? તે “વિશ્વ'થી બતાવે