________________
૧૧૧
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૩ આત્મા નિત્ય છે અને પર્યાયાવચ્છેદકથી આત્મા અનિત્ય છે તેથી જે સમ્યગ્દષ્ટિજીવ ઉપયોગપૂર્વક બોલે છે તેને દ્રવ્યાવચ્છેદકથી નિત્ય જ ભાસે છે તેથી તે “આત્મા કથંચિત્ નિત્ય છે” એમ કહે છે. તે રીતે કોઈક સમ્યગ્દષ્ટિને તે પ્રકારનો ઉપયોગ ન હોય તેથી તેને ઉપસ્થિત થાય કે તંતુથી ઘટ થતો નથી પરંતુ પટ જ થાય છે તે ઉપયોગને સામે રાખીને બોલે છે કે તંતુથી પટ જ થાય છે. વસ્તુતઃ તંતુથી જેમ પટ થાય છે તેમ તંતુથી તંતુનું જ્ઞાન થાય છે, સુંદર તંતુને જોઈને રાગ થાય છે, અસુંદર તંતુને જોઈને દ્વેષ થાય છે, તેથી બહુશ્રુતત્વાદિ ગુણયુક્ત સમ્યગ્દષ્ટિ ઉપયુક્ત થઈને કહે કે તંતુથી પટ થાય છે. ત્યાં પણ જેટલાં કાર્યો તંતુથી થતાં હોય તેને સામાન્યથી ઉપસ્થિત કરીને તે તે ધર્મના અવચ્છેદક વડે ‘તત્ત્વમ્ય: પટ:'=તંતુઓથી પટ થાય એમ કહે છે, ત્યારે પટના કારણ તરીકે અવચ્છેદકધર્મથી જ તેનું વચન બોલાયેલું હોવાથી સ્યાદ્વાદના ઉપયોગવાળું તે વચન બને છે તેથી તેનું વચન સત્ય વચન બને છે.
વળી ક્યારેક સ્યાદ્વાદની મર્યાદાની ઉપસ્થિતિ વગર તે સમ્યગ્દષ્ટિ વચનપ્રયોગ કરે ત્યારે તેની વ્યુતવિષયક ભાવભાષા અસત્યભાષા બને છે; કેમ કે ભગવાનના વચનના નિયંત્રણપૂર્વકનો ઉપયોગ નહિ હોવાથી વિપરીત બોધથી બોલાયેલી તે ભાષા છે તેથી પ્રાયઃ શ્રોતાને પણ વિપરીત બોધનું કારણ બને છે.
ગાથા-૧૩માં ગ્રંથકારશ્રીએ કહેલું કે ઉપયુક્ત બોલનારની ભાષા ભાવભાષા હોય છે અને પ્રસ્તુત ગાથામાં કહ્યું કે અનુપયુક્ત એવા સમ્યગ્દષ્ટિની શ્રતવિષયક અસત્ય ભાવભાષા છે તેથી સ્થૂલ દૃષ્ટિથી તે બે વચનોનો વિરોધ જણાય છે; કેમ કે ઉપયુક્તની ભાવભાષા કહ્યા પછી અનુપયુક્તની અસત્યવ્રુતભાવભાષા છે તેમ કહી શકાય નહિ; કેમ કે ભાવભાષાનો અભાવ છે. તેના સમાધાનરૂપે કહે છે --
ગાથા-૧૩માં ઉપયોગનો અર્થ ભિન્ન પ્રકારનો છે અને પ્રસ્તુતમાં ઉપયોગનો અર્થ ભિન્ન પ્રકારનો છે માટે વિરોધ નથી.
ગાથા-૧૩માં કેવા પ્રકારનો ઉપયોગ ગ્રહણ કરેલ છે ? તે સ્પષ્ટ કરે છે –
અભિલાપજનક વિવક્ષારૂપ ઉપયોગનું ગાથા-૧૩માં ગ્રહણ છે તેથી કોઈકને કહેવાના ઉપયોગથી બોલાતી હોય તે ભાષા ઉપયોગવાળી હોવાથી ભાવભાષા કહેવાય છે અને અહીં સમ્યગ્દષ્ટિ જીવ કોઈકને કહેવાના અભિપ્રાયથી જ ઉપયોગપૂર્વક બોલતો હોય તે અપેક્ષાએ તે ભાવભાષા છે. આમ છતાં શ્રતવિષયક સ્યાદ્વાદની મર્યાદાનો ઉપયોગ ન હોય તો તે સમ્યગ્દષ્ટિ જીવ જે વચન બોલે છે તે વચનના હેતુ, સંદર્ભો વગેરે સ્યાદ્વાદની મર્યાદા અનુસાર શુદ્ધ છે કે નહિ તેનો ઉપયોગ નહિ હોવાથી સ્યાદ્વાદની મર્યાદાને આશ્રયીને અનુપયોગવાળી તેની ભાષા બને તેથી તે ભાષા અસત્ય બને છે.
વળી કોઈપણ ભાષા બોલતી વખતે કોઈ પ્રકારનો ઉપયોગ ન હોય તો તૂષ્પીભાવનો જ પ્રસંગ છે તેથી કોઈકને બોધ કરાવવા અર્થે જે ભાષા બોલાય છે તે ભાવભાષા જ છે, ફક્ત સમ્યગુશ્રુતની મર્યાદા અનુસાર સ્યાદ્વાદનો અનુપયોગ હોવાને કારણે તે ભાષા અસત્યભાષા બને છે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિજીવને હેતુ આદિની ઉપસ્થિતિ ન હોય તો કઈ રીતે અહેતુક બોલે ? અર્થાત્ જેને જે વસ્તુનું જ્ઞાન ન હોય તેના વિષયમાં તે કહી શકે નહિ. જેમ ઘટને જોઈને ઘટ શેનાથી ઉત્પન્ન