________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | તબક-૫ | ગાથા-૮૯, ૯૦
૧૩૩ પરિવૃદ્ધ વચનો બોલે અર્થાત્ આ સ્થૂલ છે તેમ ન કહે પરંતુ સ્કૂલશરીરવાળા મનુષ્યાદિને જોઈને પરિવૃદ્ધ વચન કહે, વળી પશુને જોઈને આ પ્રમેહુર છે એમ ન કહે પરંતુ પલોપચિત છે એમ કહે, વળી પક્ષીને જોઈને આ વધ્ય છે એમ ન કહે. પરંતુ સંજાત છે કે પ્રીણિત છે એમ કહે, વળી આ પાક્ય છે એમ ન કહે પરંતુ મહાકાયવાળો છે એમ કહે. આ પ્રકારે કહેવાથી સાંભળનારને અપ્રીતિ ન થાય અને મનુષ્યને તેને સ્કૂલ કહેવામાં આવે તો અપ્રીતિ થાય પરંતુ પરિવૃદ્ધ છે એમ કહેવાથી અપ્રીતિ થવાનો પ્રસંગ આવે નહિ, વળી અમેદુર કે વધ્ય ઇત્યાદિ કહેવાથી તેને મારવા આદિનો પ્રસંગ આવે; કેમ કે સાધુનાં વચન સાંભળીને કોઈને એ પ્રકારની ઉપસ્થિતિ થાય તેથી તેની હિંસા આદિનો પ્રસંગે ઉપસ્થિત થાય માટે સાધુ તેવું વચન બોલે
વળી તેવા વચનપ્રયોગો શિષ્યલોકમાં લોકવિરુદ્ધ છે, તેથી સાધુને તેવા વચનો બોલતા જોઈને શિષ્યલોકને ધર્મ પ્રત્યે અપ્રીતિ થવાનો પ્રસંગ આવે.
વળી વિહાર આદિમાં દિશાનો બોધ કરાવવાના પ્રયોજનથી સાધ્યક્રિયાને કહેનારાં એવાં વચનોથી ગાય આદિનો ઉલ્લેખ કરે નહિ; કેમ કે તે વચન સાંભળીને આપ્ત વચન છે તેમ વિચારીને ગાય દોહવા આદિ કર્તવ્યનો નિશ્ચય થાય તેથી કોઈ શ્રોતા તે વચનો સાંભળીને તે પ્રકારે પ્રવૃત્તિ કરે તો આરંભ સમારંભરૂપ અધિકરણની પ્રાપ્તિ થાય અને વચન અનુસાર તે ગાય વગેરે દોહવા યોગ્ય ન હોય તો સાંભળનારને થાય કે સાધુઓ આ પ્રકારે મૃષા બોલે છે તેથી ધર્મના લાઘવનો પ્રસંગ આવે, માટે સાધુને કોઈક કારણે તે વચનોથી બોધ કરાવવાની આવશ્યકતા જણાય ત્યારે સાધ્યક્રિયાને નહિ સૂચવનારા એવા વિલક્ષણ શબ્દોથી પશુ આદિનો બોધ કરાવવો જોઈએ. જેમ દોહવા યોગ્ય ગાય હોય તો રસદાધેનુ એ પ્રકારે પ્રયોગ કરવો જોઈએ અને દમન કરવા યોગ્ય ગોરથકો=બળદિયા હોય તો યુવા ગો એ પ્રકારે કહેવા જોઈએ અને ગોરથકો હોય તો હૃસ્વ કહેવો જોઈએ અને વહન કરવા યોગ્ય કોઈ પશુ હોય તો મહલ્લક કહેવું જોઈએ અને રથ યોગ્ય હોય તો સંવહન કહેવું જોઈએ. આ રીતે કહેવાથી તે વચન સાંભળીને શ્રોતાની આરંભ સમારંભ થવાની પ્રવૃત્તિનો સંભવ રહેતો નથી. II II અવતરણિકા :
किञ्च - અવતરણિકાર્ય :
વળી અન્ય પ્રકારે સાધુએ કેવાં વચન બોલવાં જોઈએ નહિ? અને કેવાં વચન બોલવાં જોઈએ ? તેનો “
વિશ્વથી સમુચ્ચય કરે છે –
ગાથા :
पासायखंभतोरणगिहाइजोग्गा य णो वए रुक्खे । कारणजाए अ वए, ते जाइप्पभिइगुणजुत्ते ।।१०।।