________________
૧૪૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૧, ૯૨ વળી વિહારસ્થળમાં કોઈક ઠેકાણે ઔષધિઓનાં વૃક્ષો હોય અને તેવાં વૃક્ષોનું અન્ય સાધુને કથન કરવાનો પ્રસંગ હોય ત્યારે સાધુએ ઔષધિમાં પાદિના સાથે કેવા પ્રકારના શબ્દો વાપરવા જોઈએ તેથી તે ગૂઢાર્થવાળા શબ્દોથી ગૃહસ્થને આરંભનો પ્રસંગ ન આવે તે ગૂઢાર્થવાળા શબ્દો બતાવે છે –
જેમ કોઈક વનસ્પતિનાં વૃક્ષો હોય જેમાં ફળો ન હોય તેવી વનસ્પતિ ઔષધિઓ કહેવાય છે અને તેવી વનસ્પતિ પક્વ હોય તો તેને પક્વ છે એમ કહેવાથી તેને સાંભળીને આરંભની પ્રવૃત્તિ થાય તેથી સાધુ કહે કે પ્રરૂઢ વનસ્પતિ છે અથવા બહુસંભૂત છે જેથી પક્વ અર્થનો જ બોધ થાય છે.
વળી કોઈ વનસ્પતિ નીલ હોય તો તેને નીલ કહેવાને બદલે સ્થિર કહે તેથી ગૃહસ્થની પ્રવૃત્તિ થવાની સંભાવના ન રહે.
વળી છવિવાળી હોય તો ઉત્કૃત કહે તેથી એ પ્રાપ્ત થાય કે તે વનસ્પતિ છાલવાળી છે તેમ કહેવાથી તે પ્રકારના અર્થીની પ્રવૃત્તિ થાય અને ઉર્તા કહેવાથી તે વનસ્પતિ છાલવાળી હોવાને કારણે જ ઉપઘાતથી જ નિર્ગત છે. તેથી અન્ય સાધુને તે વનસ્પતિ છાલવાળી છે તેવો બોધ થાય છે અને આરંભ-સમારંભનું વર્જન થાય છે.
વળી કોઈ વનસ્પતિ લવનયોગ્ય હોય તો ગર્ભિતા કહે. વળી કોઈ વનસ્પતિ ભર્જનયોગ્ય હોય તો પ્રસૂતા કહે.
વળી કોઈ વનસ્પતિ પૃથક ખાદ્ય હોય તો સસારા કહે. આ રીતે પક્વાદિ વનસ્પતિને ગૂઢ અર્થોથી કહેવાથી સાધુને આરંભના પરિવારને અનુકૂળ ઉચિત યતનાની પ્રાપ્તિ થાય છે.
વળી ફળમાં ગ્રંથકારશ્રીએ બતાવેલ કે ગૂઢાર્થ શબ્દને પણ ગ્રહણ કરીને કોઈ ગૃહસ્થ તે ફળાદિમાં પ્રવૃત્તિ કરે તો સાધુને આરંભ દોષની પ્રાપ્તિ થશે એ પ્રકારનો આક્ષેપ કરીને યતનાપરાયણ સાધુને તે દોષની પ્રાપ્તિ નથી તેમ પરિહાર કર્યો તે સર્વ ઔષધિરૂપ વનસ્પતિમાં પણ આક્ષેપ અને પરિવાર જાણી લેવો. I૯૧૫
અવતારણિકા :શિષ્ય –
અવતરણિકાર્ય :
વળી=અન્ય કેવા પ્રકારની ભાષા સાધુએ ન બોલવી જોઈએ અને કેવા પ્રકારની ભાષા બોલવી જોઈએ તેનો સમુચ્ચય “
વિશ્વ'થી કરે છે –
ગાથા :
संखडीतेणनइओ, संखडीपणियट्ठसुबहुसमतित्था । भासेज्जा पओयणओ, ण कज्जहंतव्वसुहतित्था ।।९२।।