________________
૧૪૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | તબક-૫ | ગાથા-૯૨
પ્રયોગ કરે તો મિથ્યાત્વના ઉપવૃંહણના દોષની પ્રાપ્તિ થશે નહિ. તેથી બીજો હેતુ કહે છે –
તદ્ભાવથી મિથ્યાત્વના ઉપવૃંહણના ભાવથી, અપ્રયોગ હોવા છતાં પણ તેનું ઉપબૃહકપણું હોવાથી–પિત્રાદિ માટે કર્તવ્ય આ ક્રિયા છે એ પ્રકારના વચનપ્રયોગનું અન્ય જીવોને તે ક્રિયા કરવા અર્થે પુષ્ટ કરે તેવું વચનપણું હોવાથી, તેના પ્રયોગમાં સાધુ સંખડીના બદલે પિત્રાદિ અર્થે કર્તવ્ય આ ક્રિયા છે એ પ્રકારના પ્રયોગમાં, નિષિદ્ધ આચરણ છે (માટે સાધુને દોષની પ્રાપ્તિ છે).
અને ચોરને પણ વધ્યસ્થાનમાં લઈ જવાતો જોઈને શૈક્ષકાદિને કર્મના વિપાકના દર્શનાદિનું પ્રયોજન હોતે છતે પણિતાર્થ બોલે-પોતાના પ્રાણને જુગારમાં મૂકવાના પ્રયોજનવાળો છે એ પ્રમાણે બોલે, પરંતુ આ વધ્ય છે એમ બોલે નહિ; કેમ કે સાધુના અનુમતપણાને કારણે=આ વધ્ય છે એ શબ્દ દ્વારા સાધુના અનુમતપણાને કારણે, બહુ અપરાધપણું હોવાથી=ચોરનું બહુ અપરાધપણું હોવાથી, હણનારને હનનની ક્રિયાના નિશ્ચયનો પ્રસંગ પ્રાપ્ત થાય.
અને સાધુના કથનાદિના વિષયમાં અન્ય સાધુને કહેવા આદિવા પ્રયોજનમાં, નદીઓ સુબહુસમતીર્થવાળી છે એ પ્રમાણે કહે, પરંતુ સુતીર્થવાળી કહે નહિ; અથવા કુતીર્થવાળી છે એ પ્રમાણે કહે નહિ; કેમ કે અધિકરણ વિઘાત આદિ દોષનો પ્રસંગ છે. II૯રા ભાવાર્થ :સાધુએ શું બોલવું અને શું ન બોલવું તેનું કથન:
સાધુને સંયમના પ્રયોજનથી અન્ય કોઈ સાધુને કહેવાનો પ્રસંગ હોય ત્યારે કોઈક સ્થાને પિતાદિ માટે. કરાતી ભોજનક્રિયા હોય અને તે સ્થાનમાં જવું ઉચિત નથી તેવો બોધ કરાવવા અર્થે અન્ય સાધુઓને કહે કે પિત્રાદિ માટે આ ભોજનક્રિયા છે તો તે સાંભળીને કોઈક ગૃહસ્થને તે કૃત્યમાં કર્તવ્યબુદ્ધિ થાય; કેમ કે સાધુ જ કહેતા હતા કે પિત્રાદિ માટે કર્તવ્ય આ છે તેથી તેવા જીવોના મિથ્યાત્વની ઉપબૃહણાનો સાધુને પ્રસંગ આવે.
અહીં પ્રશ્ન થાય કે સાધુ તે કૃત્ય કર્તવ્ય છે તે ભાવથી પ્રયોગ કરતા નથી તેથી તેમના પરિણામમાં મિથ્યાત્વના ઉપવૃંહણનો અધ્યવસાય નથી. તેથી બીજો હેતુ કહે છે –
તે સાધુ મિથ્યાત્વના ઉપવૃંહણના આશયથી તે પ્રયોગ નહિ કરતા હોવા છતાં તે વચનપ્રયોગથી એ પ્રવૃત્તિ કરનારા જીવોની તે કર્તવ્ય છે તેવો પરિણામ થાય છે તેથી સાધુનું તે વચન શ્રોતાના મિથ્યાત્વને દૃઢ કરવામાં કારણ બને છે માટે તેવો પ્રયોગ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે, છતાં કોઈ સાધુ કરે તો પોતાના અંતરંગ પરિણામને આશ્રયીને મિથ્યાત્વના ઉપવૃંહણનો અધ્યવસાય નહિ હોવા છતાં મિથ્યાત્વનું ઉપવૃંહણ કરે તેવા વચનનો શાસ્ત્ર નિષેધ કરેલો હોવા છતાં કોઈ સાધુ તેવો પ્રયોગ કરે તો શાસ્ત્રનિષિદ્ધ એવી આચરણા કરવારૂપ દોષની પ્રાપ્તિ થાય છે.
વળી કોઈ ચોરને વધસ્થાને લઈ જતા હોય અને નવા કોઈ શૈક્ષ સાધુને કે અન્ય કોઈ યોગ્ય જીવને