________________
૧૩૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૧ અસમર્થ કહેવાથી ફળ પક્વાર્થનું આ પ્રદર્શન અપ્રાધાન્યથી એ પ્રમાણે જાણવું તથા બહુ નિર્વતિત ફળવાળાં આ છે, આના દ્વારા પાકખાધત્વ અર્થ કહેવાયો અને બહુ સંભૂત ફળવાળાં આ છે, આના દ્વારા વેલા ઉચિત અર્થ બતાવાયો અર્થાત્ આ ફળોને તોડવાની ઉચિત વેળા છે એ અર્થ બતાવાયો, અને ભૂત રૂપ આ છે એના દ્વારા ટાલાર્થ કહેવાયો અર્થાત્ અબદ્ધ અસ્થિવાળાં કોમળ આ ફળો છે એ અર્થ કહેવાયો, અને આ રીતે પણ પૂર્વમાં કહેલા અર્થતી પ્રતીતિપૂર્વક પ્રવૃત્તિ થયે છતે અધિકરણ આદિ દોષનો પ્રસંગ થશે એમ ન કહેવું; કેમ કે સાક્ષાત્ અધિકરણ દોષની પ્રવૃત્તિજનક વચનનું જ તિષિદ્ધપણું છે. વળી પ્રકૃતમાં શુદ્ધ આશયથી=સાધુના સંયમમાં સહાયક થવાના શુદ્ધ આશયથી કારણથી બોલાયે છતે કોઈક રીતે પરકીય કુપ્રવૃત્તિ થવાથીeતે વચન સાંભળીને તાત્પર્યનો નિર્ણય કરીને પરકીયતી ફળ તોડવા આદિ રૂપ કુપ્રવૃત્તિ થવાથી, દોષનો અભાવ છે=સાધુને દોષનો અભાવ છે. અન્યથા તેવું ન માનવામાં આવે તો અર્થાત્ અવ્યની પ્રવૃત્તિ થવાથી સાધુને તે આરંભના દોષની પ્રાપ્તિ છે તેમ સ્વીકારવામાં આવે તો અતિપ્રસંગ છે શુભાશયપૂર્વક સાધુની નદી ઊતરવાની ક્રિયામાં પણ હિંસાના દોષનો અતિપ્રસંગ છે. એ પ્રમાણે દિશાસૂચન છે.
ઔષધ આદિના નિર્દેશમાં પણ આ પ્રમાણે=આગળ બતાવે છે એ પ્રમાણે, કહેવું જોઈએ. જે “યથા'થી બતાવે છે – આ ઔષધિઓ પ્રરૂઢ છે અથવા બહુસંભૂત છે નિષ્પન્નપ્રાય છે, એ પ્રકારનો અર્થ છે. અથવા સ્થિર છે=નિષ્પન્ન છે, એ પ્રકારનો અર્થ છે. અથવા ઉત્સુક છે=ઉપઘાતથી નિર્ગત છે, એ પ્રકારનો અર્થ છે. અથવા ગર્ભિત છે-અનિર્ગત શીર્ષકવાળી છે ઉપરનાં છોતરાંદિ જુદાં પાડેલાં નથી, એ પ્રકારનો અર્થ છે. અને પ્રવૃત છે નિર્ગત શીર્ષકવાળી છે=ઉપરનાં ફોતરા વગેરે કાઢેલાં અવસ્થાવાળી છે, એ પ્રકારનો અર્થ છે. અથવા સસારા છે=સંજાતતન્દુલાદિ સારવાળી છે, એ પ્રકારનો અર્થ છે. આ વગેરે વિધિ છે કારણ હોતે છતે બોલવાની વિધિ છે. વળી, પક્વાદિ અર્થતી યોજના, તેનો આક્ષેપ અને પરિવાર પૂર્વની જેમ જાણવું અર્થાત્ ફળોમાં જે પ્રમાણે બતાવ્યું તે પ્રમાણે ઔષધિમાં જાણવું. I૯૧ ભાવાર્થ :સાધુએ શું બોલવું અને શું ન બોલવું તેનું કથન :
સાધુ વિહાર આદિના પ્રસંગમાં કોઈ અન્ય સાધુને નિયત સ્થાનમાં જવા માટે કે અન્ય કોઈ પ્રયોજનથી દિશાનો બોધ કરાવવા અર્થે કહે કે અમુક સ્થાને આગળમાં તમને પક્વ ફળો દેખાશે તે સ્થાનમાં વિશ્રાન્તિને અનુકૂળ સ્થાન છે અથવા તે ફળો દેખાય તેને અનુરૂપ અમુક દિશામાં જવાથી અમુક નગર આવશે. સાધુનું તે વચન સાંભળીને કોઈ અન્ય ગૃહસ્થ આરંભ સમારંભ કરે અથવા તે ફળાદિને નિશ્ચિત રહેલા કોઈ વ્યંતરદેવ કુપિત થાય તે દોષોના પરિહાર અર્થે સાધુએ પક્વાદિ વચનોને બદલે કેવાં વચનો કહેવાં જોઈએ ? તે ક્રમસર બતાવે છે – પક્વને બદલે અસમર્થ પ્રયોગ કરવો જોઈએ.