________________
૧૩૫
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૦
આ રીતે બોલતા સાધુ ઉપર તે વનના સ્વામી એવા વ્યંતરથી કોપાદિ થાય અથવા સલક્ષણવાળું આ વૃક્ષ છે એમ વિચારીને કોઈ તે લાકડું ગ્રહણ કરે અથવા અનિયમિતભાષી એવા સાધુ હોતે છતે અસંબદ્ધ વચન બોલનારા સાધુ હોતે છતે, લાઘવ થાય.
વિશ્રમણ =વિશ્રાતિનું સ્થાન કે તેના આસન્ન એવા માર્ગ કથાનાદિનું કારણ, ઉત્પન્ન થયે છતે તે વૃક્ષના જાતિ વગેરે ગુણ યુક્ત કહે.
કઈ રીતે કહે ? તે તથદથી કહે છે –
ઉત્તમજાતિવાળાં આ અશોકાદિ વૃક્ષો છે અથવા દીર્ઘ એવાં લાલિકેર વગેરે વૃક્ષો છે નંદિવૃક્ષાદિ મહાલયવાળાં વટાદિવૃક્ષો છે, પ્રજાતશાખાવાળાં છે=નવી ઉત્પન્ન થયેલી શાખાવાળાં છે, પ્રશાખાવાળાં છે એ રૂપે બતાવવાં જોઈએ. li૯૦|| ભાવાર્થ :સાધુએ શું બોલવું અને શું ન બોલવું તેનું કથન :
વળી સાધુ વિહાર આદિમાં જતા હોય અને અન્ય કોઈ સાધુને વિશ્રામનું સ્થાન પૂછવું હોય અથવા તો આગળમાં જે વિશિષ્ટ વૃક્ષાદિ છે ત્યાંથી વિવક્ષિત સ્થાને જવાનો માર્ગ છે એ પ્રકારે કોઈ સાધુને કહેવાનું પ્રયોજન હોય ત્યારે આગળમાં પ્રાસાદને યોગ્ય, સ્તંભને યોગ્ય, તોરણને યોગ્ય, ગૃહાદિને યોગ્ય વૃક્ષો પોતે જોયાં હોય અને તે પ્રકારનું વૃક્ષાદિનું જ્ઞાન હોય તો તે વૃક્ષની પ્રાયઃ તે રૂપે જ ઉપસ્થિતિ થાય છે તેથી કોઈ સાધુ વિચાર્યા વગર તે પ્રકારે વચનપ્રયોગ કરે તો આ પ્રકારનાં વચનોને સાંભળીને “આ વૃક્ષોને કોઈ છેદન કરશે” તેમ વિચારીને તે વનના સ્વામી વ્યંતર કોપાયમાન થાય જેથી સાધુને ઉપદ્રવ થવાનો પ્રસંગ આવે.
વળી સાધુથી બોલાતાં તે વચનોને સહસા અન્ય કોઈ સાંભળે અને વિચારે કે આ લક્ષણવાળું વૃક્ષ છે તેથી તેનું છેદન કરીને તે વૃક્ષને ગ્રહણ કરે તો સાધુને આરંભ-સમારંભની પ્રાપ્તિ થાય. કદાચ તેવો પ્રસંગ ન બને તોપણ તેવી સંભાવના હોવાથી વિચાર્યા વગર કોઈ સાધુ બોલે તો સાધુનો વચનવિષયક તે પ્રકારનો અસંવર હોવાથી સંભવિત તે તે આરંભ સમારંભના ઉપેક્ષાજન્ય કર્મબંધની પ્રાપ્તિ થાય છે.
વળી સાધુનું વચન તે વૃક્ષવિષયક અનિયમિત હોય અર્થાત્ જે પ્રમાણે સાધુ કહે છે તે પ્રકારે તે વૃક્ષ ન હોય તો તે સાંભળીને શિષ્યલોકને થાય કે સાધુ મૃષાવાદ બોલે છે તેથી ધર્મનું લાઘવ થાય, માટે સંભવિત દોષોનો વિચાર કરીને સંવૃતવચનપ્રયોગવાળા સાધુએ આરંભ સમારંભના કારણભૂત વચનપ્રયોગો કરવા જોઈએ નહિ પરંતુ અન્ય સાધુને બોધ કરાવવા અર્થે કહેવું જોઈએ કે ઉત્તમજાતિવાળાં અશોકાદિ વૃક્ષો છે અથવા દીર્ધાદિ વૃક્ષો છે અથવા નારિયેળ વગેરેનાં વૃક્ષો છે. ત્યાં વિશ્રામણ કરાય તેવું છે અથવા તેને આસન્ન સ્થાનથી અમુક નગરનો માર્ગ છે ઇત્યાદિ કહેવું જોઈએ.
વળી અન્ય પણ નંદીવૃક્ષાદિ હોય, મહાલય વટાદિ હોય કે પ્રજાત શાખાવાળાં વૃક્ષો હોય કે પ્રશાખાવાળાં વૃક્ષો હોય તે બતાવવાં જોઈએ, પરંતુ આરંભ-સમારંભનું કારણ બને એવી ભાષાથી બોલવું ન જોઈએ. llcoll