________________
૧૨૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૮૭
નહિ; કેમ કે તે પ્રકારના ભાવોના નિશ્ચયનો અભાવ હોવાથી જે પ્રકારે પોતે કહ્યું છે તે પ્રકારે પોતે કરશે કે કરેલું છે ઇત્યાદિ ભાવના નિશ્ચયનો અભાવ હોવાથી, વ્યભિચાર હોવાને કારણે મૃષાત્વની ઉપપત્તિ છે અથવા વિઘ્નને કારણે અગમતાદિમાં ગૃહસ્થના મધ્યમાં લાઘવ આદિનો પ્રસંગ છે.
વળી જો ઉત્સર્ગથી નિષિદ્ધ પણ નક્ષત્રાદિ યોગને ગૃહસ્થોની આગળ કહે=અપવાદથી લાભ દેખાય તો કહે, ત્યારે નિમિત્તથી ભવિષ્યના કાળનું જ્ઞાન હોવા છતાં પણ વિધિની આરાધના માટે=શાસ્ત્રમર્યાદાની આરાધના માટે, આ પ્રમાણે કહે. જે આજે જે પ્રમાણે નિમિત્ત દેખાય છે તે પ્રમાણે વરસાદ થવો જોઈએ અથવા તે પ્રમાણે વર્ષ પછી વિવક્ષિત કાર્ય થવું જોઈએ અથવા અમુક આવશે=જે પ્રમાણે નિમિત્ત દેખાય છે તે પ્રમાણે અમુક વ્યક્તિ આવશે (પરંતુ આજે નક્કી વરસાદ પડશે અથવા એક વર્ષ પછી નક્કી આ કાર્ય થશે અથવા નક્કી આ વ્યક્તિ આવશે એમ કહે નહિ) અને પરનિશ્ચિત પણ ત્રણે કાળમાં શંકિત જ છે જે પ્રમાણે દેવદત્ત આ કરશે ઇત્યાદિ તેને પણ=પરનિશ્ચિત પણ ત્રણે કાળમાં શંકિતભાષાને સાધુ બોલે નહિ.
કેવી રીતે વળી પરનિશ્ચિત ભાષાને બોલે ? એથી કહે છે
-
આ પ્રમાણે બોલે.
આ=આ પ્રમાણે, કહે છે
—
હું આવીશ, પરંતુ આવશે જ એ પ્રમાણે નક્કી નથી.
કાલાદિ=ગાથામાં રહેલ કાલાદિમાં આદિ શબ્દથી દેશાદિનો પરિગ્રહ છે, જે પ્રમાણે અહીં જ અમે રહીશું ઇત્યાદિ ભાષા દેશશંકિત હોવાથી સાધુ બોલે નહિ. શંકિતા=કાલાદિશંકિતામાં રહેલ શંકિતા એ ઉપલક્ષણ છે.
શેનું ઉપલક્ષણ છે ? તેને સ્પષ્ટ કરે છે
-
અનવકૃત પણ અર્થને કહે નહિ=અનિર્ણીત પણ અર્થને કહે નહિ. વળી અવધૃત=નિર્ણીત અર્થ નિમિત્તાદિથી કહે. વળી અનવધૃત ગંધાદિ હોતે છતે પરના તેના અનુભવના પ્રશ્નમાં હું વિભાવન કરતો નથી=પ્રતિનિયત ગંધ હું અનુભવતો નથી એ પ્રમાણે ઉત્તર આપે.
અને જે વ્યવહારથી સત્ય પણ છતી કાણ, પંડક, વ્યાધિત સ્ટેનાદિમાં=કાણો, નપુંસક, રોગિષ્ટ કે ચોરાદિમાં કાણાદિ ભાષા અપ્રીતિ, લજ્જાનાશ સ્થિર રોગબુદ્ધિ વિરાધનાદિ દોષ જનનને કારણે= કાણાને કાણો કહેવાથી અપ્રીતિ, નપુંસકને નપુંસક કહેવાથી લજ્જાનાશ, વ્યાધિતને રોગી કહેવાથી સ્થિર રોગબુદ્ધિ અને ચોરને ચોર કહેવાથી વિરાધનાદિ દોષના જનનને કારણે, અને કુલપુત્રત્વાદિથી પ્રસિદ્ધમાં દાસાદિ ભાષા પરપ્રાણના સંદેહના ઉત્પાદકપણાથી ઉપઘાતિની થાય છે તેને પણ= કાણાદિ તે સર્વભાષાને પણ, બોલે નહિ=સાધુ બોલે નહિ.
અને સ્ત્રીને આશ્રયીતે હે આર્થિકા ! હે પ્રાજિકા=હે માતા ! હે નાની ! ઇત્યાદિ, અને હે ભટ્ટે ! હે સ્વામિની ! ઇત્યાદિ, હે હોલે ! હે ગોલે ! ઇત્યાદિ જે સંગગોં તત્પ્રદ્વેષ, પ્રવચનલાઘવ આદિ