________________
૧૨૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | તબક-૫ | ગાથા-૮૭
ભવિષ્યકાળનું જ્ઞાન હોતે છતે શાસ્ત્રવિધિના આરાધના માટે આ પ્રમાણે બોલે, હમણાં જે પ્રમાણે નિમિત્ત દેખાય છે તે પ્રમાણે વર્ષ પછી અમુક કાર્ય થશે અથવા દુભિક્ષકાલ હોય તો નિમિત્તને આશ્રયીને કહે કે આ નિમિત્ત ઉપરથી જણાય છે કે વર્ષા થશે અથવા આ નિમિત્ત દેખાય છે તેથી અમુક વ્યક્તિ આવશે જેથી વિધિની આરાધના થાય, પરંતુ તે નિમિત્તાદિના ઉલ્લેખ વગર ભવિષ્યમાં આમ થશે તેમ થશે ઇત્યાદિ કહે નહિ.
વળી પરને નિશ્ચિત પણ ત્રણે કાળવિષયક શંકિતભાષા સાધુ બોલે નહિ. જેમ દેવદત્તને નિશ્ચિત હોય કે હું આ કાર્ય કરીશ અને દેવદત્તે જ કહેલું હોય કે હું આ કરીશ છતાં સાધુ એમ કહે નહિ કે દેવદત્ત આ કરશે; કેમ કે મૃષા થવાનો પ્રસંગ આવે. તેથી જ્યાં મૃષા થવાની સંભાવના હોય ત્યાં પણ વિચાર્યા વગર એ પ્રકારે કહેવાની મનોવૃત્તિ ચિત્તમાં મૃષાની ઉપેક્ષા કરાવે તેવા કાલુષ્યને કરે છે તેથી કર્મબંધનું કારણ બને છે, તેથી નિરવદ્યભાષાના પરિણામના રક્ષણ અર્થે ક્વચિત્ તે પ્રકારે કહેવાનો પ્રસંગ હોય તોપણ કહે કે દેવદત્ત કહે છે કે હું આ કરીશ પરંતુ તે કરશે કે નહિ તે અમને ખબર નથી. આ પ્રકારે અત્યંત ઉપયુક્ત સાધુ પ્રાયઃ કોઈ સંયમવૃદ્ધિનું પ્રયોજન હોય નહિ કે કોઈને ધર્મપ્રાપ્તિના લાભનું પ્રયોજન હોય નહિ તો બોલે જ નહિ અને બોલવાથી કંઈક લાભ જણાતો હોય તોપણ સંયમની મર્યાદાનું સ્મરણ કરીને ક્યાંય મૃષા થવાનો સંભવ ન રહે તે પ્રકારની ભાષાની વિધિના આરાધનને સામે રાખીને સાધુ બોલે જેથી વચનગુપ્તિનું અને ભાષાસમિતિનું રક્ષણ કરીને સંયમની શુદ્ધિની પ્રાપ્તિ થાય.
વળી જેમ કાલાદિથી શંકિતભાષા સાધુ બોલે નહિ તેમ દેશથી શંકિત અને કૃત્યથી શકિત હોય એવી ભાષા પણ સાધુ બોલે નહિ. જે રીતે અમે અહીં જ રહીશું ઇત્યાદિ બોલે અને કોઈક તેવા સંયોગ ઉત્પન્ન થાય અને ત્યાં રહી શકે નહિ તો મૃષાભાષાનો પ્રસંગ પ્રાપ્ત થાય, તેથી પોતાને તે ક્ષેત્રમાં અમુકકાળ રહેવાની સંભાવના હોય તોપણ સ્પષ્ટ કહે કે અમારા માસકલ્પાદિ ચાલે છે તેથી સંભાવના છે કે આ દેશમાં આ સમયે અમે અહીં હશું પરંતુ અમે નક્કી અહીં જ હશું એ પ્રકારે કહે નહિ.
વળી ગાથામાં શંકિત શબ્દ છે એ ઉપલક્ષણ છે, તેથી અનવવૃત પણ અર્થ સાધુ બોલે નહિ અર્થાત્ સ્પષ્ટ નિર્ણય ન હોય એવા કોઈ અર્થને બોલે નહિ. આથી જ શાસ્ત્રીય પદાર્થોમાં પણ કોઈક સ્થાનમાં સ્પષ્ટ નિર્ણય ન હોય એવા અનિર્ણાત અર્થમાં સાધુ બોલે નહિ.
વળી કોઈક ઇન્દ્રિયોથી પદાર્થ ગ્રહણ થયેલો હોય અને તે પ્રકારે કહેવા માટે નિમિત્તાદિ ઉપસ્થિત હોય જેથી કોઈક સંયમવૃદ્ધિ આદિનું પ્રયોજન પ્રાપ્ત થતું હોય તો સાધુ કહે પણ=ઇન્દ્રિયોથી ગ્રહણ કરાયેલા પદાર્થનું સ્વરૂપ પણ સાધુ કહે, પરંતુ નિષ્કારણ અવધૂત અર્થ પણ કહે નહિ.
વળી કોઈ સાધુ ગંધાદિ કયા પ્રકારના છે તેનો પોતે નિર્ણય ન કરી શકે અને તેના અનુભવવિષયક કોઈક પ્રશ્ન કરે તો સંભાવના માત્રથી આની ગંધ છે ઇત્યાદિ કહે નહિ પરંતુ પોતાને સ્પષ્ટ નિર્ણય હોય એમાં જ ઉત્તર આપે અથવા કહે કે મારાથી કોઈ ગંધાદિનું સ્પષ્ટ ગ્રહણ નથી, જેથી વિચાર્યા વગર સહસા