________________
૧૧૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૩ ગ્રહણ કર, અથવા અવિતથ પરિણામ રહિત મિથ્યાત્વથી આવિષ્ટને સમ્યકૃતપરિણામ વિકલ ઉપયુક્ત અથવા અનુપયુક્ત એવા મિથ્યાત્વથી આવિષ્ટને સર્વ પણ શ્રતવિષયક ભાષા અસત્ય છે; કેમ કે ઉન્મતના વચનની જેમ તેના વચનનું મિથ્યાત્વથી આવિષ્ટ પુરુષના વચનનું, ગુણાક્ષર વ્યાયથી આપાતથી સંવાદમાં પણ =આપાતથી યથાર્થ વચનમાં પણ, પ્રમાણપણાથી અવ્યવહાર છે.
અહીં પ્રશ્ન થાય કે મિથ્યાત્વથી આવિષ્ટ અવિતથ પરિણામથી રહિત પુરુષ વડે બોલાયેલી સર્વ ભાષા અસત્ય હોય તો તે ભાષાનો શ્રુતજ્ઞાનમાં કેવી રીતે અવતાર થાય ? અર્થાત્ શ્રુતજ્ઞાનમાં તેનો અવતાર થવો જોઈએ નહિ; કેમ કે તેના જ્ઞાનનું સદ્, અસદ્ અવિશેષાદિ હેતુથી અજ્ઞાનપણું છે. એ પ્રમાણે કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સત્ય છેeતેનું મિથ્યાજ્ઞાન હોવાથી સમ્યગ્રુતમાં અવતાર પામે નહિ એ વચન સત્ય છે. તો પછી કેમ શ્રુતજ્ઞાનમાં તેનો અવતાર કર્યો છે ? તેમાં હેતુ કહે છે –
અવિશેષિત શ્રુતપદથી=સમ્યફ અને મિથ્યા એ રૂ૫ વિશેષણ રહિત એવા અવિશેષિત ઋતપદથી ઉભયનું ગ્રહણ છે=સમ્યકૃત અને મિથ્યાશ્રુત ઉભયનું ગ્રહણ છે.
કેમ શ્રુત શબ્દથી સમ્યગુશ્રુત અને મિથ્યાશ્રુત ઉભયનું ગ્રહણ છે ? તેમાં હેતુ કહે છે – વિશેષિતનું જ પ્રતિસ્વિકરૂપતા અનુપ્રવેશથી અભિલાપ છે=સમ્યફ એ પ્રકારના કે મિથ્યા એ પ્રકારના વિશેષણથી વિશેષિત જ એવા શ્રુતજ્ઞાનનું સમ્યગ્રુત અને મિથ્યાશ્રુત સ્વરૂપ પ્રાતિસ્વિકરૂપ અનુપ્રવેશથી શાસ્ત્રમાં અભિશાપ છે એ પ્રમાણે દિશાસૂચન છે. તે આ ગાથામાં જે કહ્યું તે આ, ભગવાન ભદ્રબાહુસ્વામી કહે છે – “સમ્યગ્દષ્ટિ શ્રતમાં અનુપયુક્ત અહેતુક જે બોલે છે તે મૃષા ભાષા છે. મિથ્યાષ્ટિ પણ તે પ્રમાણે જ સમ્યગ્દષ્ટિની જેમ અહેતુક જ બોલે છે તે મૃષાભાષા છે.” (દશવૈકાલિકનિર્યુક્તિ ગાથા-૨૮૦) અહેતુક શું છે? તે સ્પષ્ટ કરે છે –
અહેતુક તંતુથી પટ જ થાય છે એ છે. ૮૩ ભાવાર્થ - - (૨) મૃષાશ્રુતભાવભાષા -
ગાથા-૮૨માં કહેલ કે બહુશ્રુતત્વાદિ ગુણથી વિશિષ્ટ સમ્યકત્વથી યુક્ત ઉપયુક્ત સમ્યગ્દષ્ટિ જે શ્રુતવિષયક ભાષા બોલે તે સત્યભાષા છે.
તેથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ બહુશ્રુત હોય અને શ્રુતવિષયક કાંઈક કથન કરતો હોય ત્યારે પણ સ્યાદ્વાદના પ્રતિસંધાનરૂપ ઉપયોગ ન વર્તતો હોય તો પદાર્થના નિરૂપણનો ઉપયોગ હોવા છતાં જિનવચનાનુસાર શ્રુતનો ઉપયોગ નથી તેથી સમ્યગ્દષ્ટિ જીવ શ્રુતવિષયક જે ભાષા કહે તે આપાતથી સત્ય જણાતી હોય તોપણ અપેક્ષાભેદથી કહેવાયેલ તે વચન નહિ હોવાથી અસત્યભાષા જ બને છે. જેમ દ્રવ્યાવચ્છેદકથી