________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૩
વળી તેવા ભદ્રકપ્રકૃતિવાળા જીવો પણ મિથ્યાત્વથી આવિષ્ટ પરિણામવાળા થઈ સભ્યશ્રુતપરિણામથી વિકલ યુક્તિ રહિત જે કાંઈ વચન કહે છે તે અસત્ય વચન જ છે. જેમ પતંજલિઋષિ આદિ આત્માને એકાંત નિત્ય સ્થાપન ક૨વા અર્થે અને આત્માને એકાંત નિત્ય સ્થાપન કરીને દ્રષ્ટવ્યવસ્થા સંગત કરવા અર્થે જે કાંઈ યુક્તિઓ બતાવે છે તે સર્વ પોતાના મિથ્યાદર્શનની કુવાસનાથી આવિષ્ટ થઈને કહે છે તેથી તે વચનો અસત્ય વચનો જ છે. જેની વિશેષ ચર્ચા ગ્રંથકારશ્રીએ સ્વયં પાતંજલયોગદર્શન નામની બત્રીશીમાં કરેલ છે.
૧૧૩
અહીં પ્રશ્ન થાય કે મિથ્યાત્વ આવિષ્ટ અવિતથ પરિણામરહિત જીવોનું સર્વ વચન અસત્ય હોય તો શ્રુતજ્ઞાનમાં તેનો અવતાર કેવી રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે સદ્ અસદ્ અવિશેષાદિ હેતુને કારણે તેઓનું જ્ઞાન અજ્ઞાનરૂપ છે માટે શ્રુતજ્ઞાનમાં તેની ગણના થાય નહિ તેને ગ્રંથકારશ્રી કહે છે
શંકાકારનું કથન સત્ય છે; કેમ કે શ્રુતજ્ઞાનથી વાચ્ય સભ્યશ્રુતજ્ઞાન ગ્રહણ કરીએ તો મિથ્યા આવિષ્ટ અવિતથ પરિણામ રહિત જીવોથી બોલાયેલી ભાષાને શ્રુતજ્ઞાનમાં ગ્રહણ કરી શકાય નહિ. તોપણ સમ્યક્ અને મિથ્યા એ પ્રકારના ભેદવગર શ્રુતશબ્દથી ઉભયશ્રુતનું ગ્રહણ છે–સભ્યશ્રુતનું અને મિથ્યાશ્રુતનું ગ્રહણ છે તેથી શ્રુતશબ્દથી જેઓ મિથ્યાવિષ્ટ મતિવાળા બોલે છે તેઓની ભાષા અસત્યભાષા છે તેમ કહેવામાં કોઈ વિરોધ નથી અને સમ્યક્ એ વિશેષણથી વિશેષિત અથવા મિથ્યા એ પ્રકારના વિશેષણથી વિશેષિત એવા શ્રુતજ્ઞાનને પ્રાતિસ્વિકરૂપ અનુપ્રવેશથી અહીં અભિલાપ છે તેથી જેઓ સત્યભાષા બોલે છે તેઓનું સમ્યશ્રુત છે અને જેઓ અસત્યભાષા બોલે છે તેઓનું મિથ્યાશ્રુત છે. તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ પણ શ્રુતના ઉપયોગ વગર બોલે તો તેનું વચન મિથ્યાશ્રુતરૂપ છે અને મિથ્યાદષ્ટિ પણ તત્ત્વને સન્મુખ પરિણામવાળા હોય અને તત્ત્વને જ તત્ત્વરૂપે જોઈને પ્રરૂપણા કરતા હોય ત્યારે તેઓનો વચનપ્રયોગ સભ્યશ્રુત બને છે અને મિથ્યાત્વથી આવિષ્ટ મતિવાળા તત્ત્વને જોવામાં અભિમુખ પરિણામવાળા નથી ત્યારે ઉન્મત્તની જેમ બોલે છે, છતાં ઘુણાક્ષ૨ન્યાયથી કોઈક સત્યવચન બોલાય તોપણ તત્ત્વને અભિમુખ ઉપયોગ નહિ હોવાથી તેઓનું આપાતથી સત્ય પણ વચન અસત્ય છે. આથી જ મિથ્યાત્વથી આવિષ્ટ જમાલી આદિનાં સર્વ વચનો અસત્યવચન જ છે.
ગાથામાં ગ્રંથકારશ્રીએ જે અસત્યભાષાનું કથન કર્યું તે દશવૈકાલિકનિર્યુક્તિ અનુસાર છે. તે કથન આ પ્રમાણે છે –
સમ્યગ્દષ્ટિ જીવ શ્રુતમાં અનુપયુક્ત બોલે છે ત્યારે સ્યાદ્વાદની મર્યાદાની સ્પષ્ટ ઉપસ્થિતિ નહીં હોવાથી અહેતુક બોલે છે તે તેનું અસત્યવચન છે જેમ સ્થૂલથી તેને ઉપસ્થિતિ થાય તંતુથી પટ જ થાય છે ઘટ થતો નથી અને સ્યાદ્વાદની મર્યાદાનો બોધ ઉપસ્થિત ન હોય અને કહે કે તંતુથી પટ જ થાય છે તે વચન તેનું અસત્ય છે; કેમ કે તંતુથી જેમ પટ થાય છે તેમ તંતુને જોઈને મધ્યસ્થ જોનારને તંતુનું જ્ઞાન થાય છે. સુંદર તંતુને જોઈને રાગાવિષ્ટને તંતુથી રાગ થાય છે. અસુંદર તંતુને જોઈને દ્વેષાવિષ્ટને