________________
૧૧૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૪
થઈને શાસ્ત્રવચનોનું પરાવર્તન કરે છે તે ભાષા અસત્યામૃષા છે; કેમ કે સત્યભાષા પદાર્થની યથાર્થ પ્રરૂપણારૂપ છે જ્યારે આજ્ઞાપની આદિ ભાષા જેમ ગુરુની આજ્ઞાનુસાર ઉચિત કૃત્ય કરીને નિર્જરાનું કારણ હોવા છતાં અને શુદ્ધ આશયપૂર્વક ગુરુથી બોલાયેલી હોવાથી ગુરુને નિર્જરાનું કારણ હોવા છતાં તત્ત્વભૂત પદાર્થના નિરૂપણરૂપ નથી, તેમ જે મહાત્માઓ શાસ્ત્રવચનોથી ભાવિત થવા અર્થે શ્રતનું પરાવર્તન કરે છે ત્યારે મૃતથી ભગવાનની આજ્ઞાને પરિણમન પમાડવા યત્ન કરે છે અને ભગવાનની આજ્ઞાને પરિણમન પમાડવાના પ્રયોજનથી ઉપયોગપૂર્વક તે વચનો બોલે છે તેનાથી વિપુલ નિર્જરા થાય છે, તોપણ તે ભાષા અસત્યામૃષાભાષા છે અને ઉપયુક્ત કહેવાથી એ પ્રાપ્ત થાય કે જેઓ ઉપયોગ વગર શ્રતનું પરાવર્તન કરે છે ત્યારે જે મૂઢતાદિભાવો છે તેને અનુરૂપ કર્મબંધાદિ થાય છે તેથી તે ભાષાનો પ્રાયઃ અસત્યભાષામાં અંતર્ભાવ કરવો પડે તેમ જણાય છે.
વળી અવધિજ્ઞાનથી, મન:પર્યવજ્ઞાનથી કે કેવલજ્ઞાનથી ઉપયુક્ત થઈને બોલે છે તેઓની પણ ભાષા શ્રતવિષયક અસત્યામૃષાભાષા છે; કેમ કે આમંત્રણ આદિની જેમ યોગ્યજીવોને બોધ કરાવવા આદિના પ્રયોજનથી પ્રવૃત્તિ છે જેમ આમંત્રણી ભાષામાં શ્રોતાને અભિમુખ કરીને બોધ કરાવવા અર્થે પ્રવૃત્તિ હોય છે. આજ્ઞાપની ભાષામાં પણ યોગ્ય શિષ્યને ઉચિત કર્તવ્યવિષયક બોધ કરાવવા અર્થે પ્રવૃત્તિ છે તેમ અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવળજ્ઞાની યોગ્ય જીવોને બોધ કરાવવા અર્થે જે ઉપદેશ આદિ આપે છે તે સર્વ અસત્યામૃષાભાષામાં અંતર્ભાવ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે સત્યભાષા અને અસત્યામૃષાભાષા વચ્ચે શું ભેદ પ્રાપ્ત થાય અથવા કેવલી આદિ ઉપદેશ આપે તે ભાષાને અસત્યામૃષાભાષા કહેવાથી તેઓને સત્યભાષા ક્યારે પ્રાપ્ત થાય ? તે પ્રકારની જિજ્ઞાસા થાય.
તેથી જણાય છે કે તેઓ જ્યારે જીવાદિ તત્ત્વોની યથાર્થ પ્રરૂપણા કરતા હોય ત્યારે તે ભાષા સત્યભાષા હશે અને યોગ્ય જીવોને ઉચિત પ્રવૃત્તિ કરાવવા અર્થે પોતાના બોધને અનુસાર જે કાંઈ કથન કરે તે અસત્યામૃષાભાષા હશે, જેમ આજ્ઞાપની ભાષામાં શિષ્યને ઉચિત પ્રવૃત્તિ કરાવવા અર્થે ‘તું આ કર' તેમ કહેવામાં આવે છે તેમ યોગ્ય શ્રોતાને શું ઉચિત કર્તવ્ય છે? તેનો બોધ કરાવે તેવી ભાષા અત્યામૃષાભાષામાં અંતર્ભાવ પામે.
અહીં શંકા કરે છે કે શ્રુતભાવભાષાના નિરૂપણનો અવસર છે ત્યારે અવધિ આદિ જ્ઞાનવાળા મહાત્મા કઈ ભાષા બોલે છે તેના કથનનો અવસર નથી; કેમ કે શ્રુતજ્ઞાનના વિનાશ વગર કેવળજ્ઞાનનો અનુત્પાદ છે. વળી, કેવલીની ભાષાને શ્રુતભાવભાષા છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – દ્રવ્યશ્રુતને આશ્રયીને કેવલજ્ઞાનમાં પણ ભાવભાષાનો સંભવ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે કેવલી કેવલજ્ઞાનથી ઉપયુક્ત થઈને બોલે છે તેથી તેઓની ભાષા અન્યજીવને શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી ભાવભાષામાં કેવલીની ભાષાને ગ્રહણ કરેલ છે. વળી અવધિજ્ઞાની અને