________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૬
૧૨૧
દ્રવ્યને આશ્રયીને સત્યાદિ ચાર ભેદવાળી થાય છે. વળી શ્રુતના ઉપયોગથી તે ભાષા બોલાતી હોય ત્યારે શ્રતને આશ્રયીને સત્યાદિ ત્રણ ભેજવાળી થાય છે.
વળી કોઈ ચારિત્રના પરિણામમાં હોય અને તે પરિણામની વૃદ્ધિને કે હાનિને અનુકૂળ ઉપયોગપૂર્વક બોલાતી ભાષા ચારિત્રને આશ્રયીને બે ભેદવાળી પ્રાપ્ત થાય છે. વળી, સાધુને સંયમના કંડકોના રક્ષણ અર્થે અને સંયમના કંડકોની વૃદ્ધિ અર્થે ભાષા બોલવાની અનુજ્ઞા છે તેથી વિશિષ્ટ કારણ ન હોય તો સાધુ દ્રવ્યને આશ્રયીને ભાવભાષાના જે ચાર ભેદો છે તેમાંથી સત્યભાષા કે અસત્યામૃષાભાષા બોલે, તે સિવાયની મૃષા અને મિશ્રભાષા સાધુ બોલે નહિ. જેથી સંયમનો પાત થવાનો સંભવ રહે નહિ અને શાર્વચનના ઉપયોગપૂર્વક બોલે તો સંયમની વૃદ્ધિનો સંભવ રહે, આમ છતાં કોઈ સાધુ શાસ્ત્રમર્યાદાનું સ્મરણ કરીને શાસ્ત્રમાં અનુજ્ઞાત બે ભાષામાંથી યથા ઉચિત સત્યાભાષા કે અસત્યામૃષાભાષા બોલતા હોય છતાં કષાયના ઉદ્રક નીચે ઉપયોગ પ્રવર્તતો હોય તો તે ભાષાથી પણ સાધુના અચારિત્રનો પરિણામ વૃદ્ધિ પામે છે અને ચારિત્રના પરિણામથી પાત પણ થાય છે, છતાં ચારિત્રના રક્ષણના ઉપાયરૂપે સાધુએ બે જ ભાષા બોલવી જોઈએ અને જો સાધુ પ્રતિષિદ્ધ એવી મૃષાભાષા કે મિશ્રભાષા બોલે તો જિનવચનમાં ઉપેક્ષા હોવાથી અવશ્ય પાત પામે છે તેથી ચારિત્રથી પાતના રક્ષણ અર્થે જ મૃષાભાષા અને મિશ્રભાષા બોલવાનો નિષેધ કર્યો છે. આમ છતાં અપવાદથી શાસનમાલિન્ય આદિથી રક્ષણ અર્થે કે અન્ય કોઈ સંયમવૃદ્ધિના રક્ષણ અર્થે મૃષાભાષા કે મિશ્રભાષા સાધુ બોલે અને ચારિત્રનો રાગ તે વચનપ્રયોગકાળમાં પણ સ્કૂલના ન પામે તો તે બે ભાષા પણ ચારિત્રના રક્ષણનું કારણ કે ચારિત્રની વૃદ્ધિનું કારણ પણ બને છે.
આનાથી એ ફલિત થાય કે સાધુ ચારિત્રના પરિણામને લક્ષ્ય કરીને ભાષા બોલે અને શાસ્ત્રના સ્મરણ અનુસાર સત્ય કે અસત્યામૃષાભાષા બોલે તો તે ભાષા દ્વારા બહુલતાએ સંયમની વૃદ્ધિ જ પ્રાપ્ત થાય છે તેથી તે ભાષા ચારિત્રને આશ્રયીને સત્ય જ બને છે અને દ્રવ્યને આશ્રયીને તે ભાષા સત્ય પણ હોય કે અસત્યામૃષા પણ હોય.
વળી બોલતી વખતે જિનવચનાનુસાર શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય તો તે ભાષા શ્રુતને આશ્રયીને સત્ય બને છે કે અસત્યામૃષા બને છે પરંતુ મૃષાભાષા બનતી નથી.
વળી કોઈ સાધુ અપવાદથી મૃષાભાષા કે મિશ્રભાષા બોલતા હોય અને ચારિત્રની શુદ્ધિમાં ઉપયુક્ત હોય તો દ્રવ્યને આશ્રયીને એમની ભાષા મૃષા અથવા મિશ્ર હોઈ શકે, પરંતુ ચારિત્રના પરિણામને આશ્રયીને સંયમની વૃદ્ધિનું કે સંયમના રક્ષણનું કારણ હોવાથી તે સત્યભાષા જ છે અને દ્રવ્યને આશ્રયીને મૃષાભાષા હોય કે મિશ્રભાષા હોય તો પણ શ્રતને આશ્રયીને મૃષાભાષા જ છે. IIટકા