________________
૧૧૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૫ इदमुपलक्षणं यां भाषमाणस्य चारित्रं तिष्ठति सा सत्या; यां भाषमाणस्य चारित्रं न तिष्ठति सा त्वसत्येत्यपि द्रष्टव्यम्, द्वे एते भाषे भावं प्रतीत्य ज्ञेये द्रव्यतस्त्वन्यासामपि भाषणसम्भवादित्यभिप्रायः T૮૬TI ટીકાર્ય :
ચારિત્રવિશોપિરી ..... પ્રાયઃ | ચારિત્રની વિશુદ્ધિ કરનારી ભાષા સત્ય છે એમ અવય છે. તે સત્યભાષાને સ્પષ્ટ કરે છે –
જે ભાષાને બોલતા સાધુનું ચારિત્ર ઉત્કર્ષને પામે છે તે=સાધુની તે ભાષા, સત્ય છે. અને સંક્લેશકરી મૃષાભાષા છે. તેને સ્પષ્ટ કરે છે – જે ભાષાને બોલતા સાધુના અચારિત્રનો પરિણામ વધે છે તે મૃષાભાષા છે, એમ અવય છે.
આ ઉપલક્ષણ છે જે ભાષાને બોલતા સાધુનું ચારિત્ર રહે છે તે સત્ય છે અને જે ભાષા બોલતા સાધુનું ચારિત્ર નાશ પામે છે એ અસત્ય છે એમ પણ જાણવું, બે આ=ચારિત્રમાં ભાવને આશ્રયીને બે આ, ભાષા જાણવી. વળી દ્રવ્યથી અન્ય પણ ભાષાઓના ભાષણનો સંભવ છે, એ અભિપ્રાય છે. ll૮પા
ભાવાર્થ :
ચારિત્રભાવભાષા :
જે ભાષા બોલનાર સાધુને બોલવાની પ્રવૃત્તિથી ચારિત્રનો ઉત્કર્ષ થતો હોય તે ભાષા ચારિત્રની વિશુદ્ધિ કરનાર હોવાથી સત્યભાષા છે અથવા જે ભાષા બોલવાથી સાધુ ચારિત્રમાં રહે છે પરંતુ પાત પામતા નથી તે સત્યભાષા છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે સાધુ સ્વાધ્યાય આદિ કરીને સંયમની વિશુદ્ધિ કરતા હોય ત્યારે અંતર્જલ્પાકારરૂપ ભાષા બોલે છે અને અંતર્જલ્પાકારરૂપ વચનપ્રયોગ અસંગભાવની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારે બોલતા હોય તો ચારિત્રનો ઉત્કર્ષ થાય છે.
વળી ક્યારેક કોઈક યોગ્ય જીવને ઉચિત બોધ કરાવવા અર્થે ભાષા બોલતા હોય ત્યારે પણ પોતાના અસંગભાવના પરિણામની વૃદ્ધિ થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને બોલતા હોય તો તે ભાષા પોતાના ચારિત્રના ઉત્કર્ષનું કારણ બને છે તેથી ચારિત્રવિષયક સત્યભાવભાષા છે.
વળી કોઈક સાધુ સમિતિગુપ્તિના પરિણામવાળા હોય અને સમિતિગુપ્તિના પરિણામથી પાત ન થાય તે રીતે ઉચિત સ્વાધ્યાયાદિ કરતા હોય ત્યારે તેનાથી સંયમના કંડકોની વૃદ્ધિ થતી નથી તોપણ તે સ્વાધ્યાય આદિના બળથી જ ચારિત્રનો પરિણામ રહે છે ત્યારે તેમની બોલાયેલી ભાષા સત્યભાષા બને છે.