________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૧
૧૦૫
परं मारयितुकामा अपि एवमेव भाषन्त इति तेषामसत्यामृषैव भाषा, न च कुपितानां तेषां भाषा क्रोधनिःसृताऽसत्यैव स्यादिति वाच्यम् अव्यक्तत्वेनानवधारणीयत्वाद्, विलक्षणदलजन्यत्वाच्चेत्यवधेयम्, शिक्षालब्धिसहितास्तु शुकसारिकादयोऽन्ये च तिर्यञ्चो यथायोगं चतुर्विधामपि भाषां भाषन्ते, शिक्षालब्धिभ्यां व्यक्तभाषोत्पत्तेरित्यवधेयम् ।।८१।। ટીકાર્ય :
સુરનારનરી ..... અવધેયમ્ II દેવ, તારક અને મનુષ્યોને સર્વ પણ સત્યાદિ ભાષા સંભવે છે, વિકસેન્દ્રિય =બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, તેઓને ચાર ભાષાઓની છેલ્લીઅસત્યામૃષાભાષા, હોય છે, કેમ કે તેઓને સમ્યફ પરિજ્ઞાન, પરવચનાદિ અભિપ્રાયનો અભાવ હોવાથી સત્યાદિભાષાનો અસંભવ છે.
શિક્ષા=સંસ્કાર વિશેષજનક પાઠ=પ્રતિનિયત અર્થનો બોધ કરાવે તેવા સંસ્કારવિશેષતે કરનાર પાઠ, શિક્ષા છે, અને લબ્ધિ જાતિસ્મરણરૂપ અથવા તેવા પ્રકારના વ્યવહારમાં કૌશલનો જનક એવા ક્ષયોપશમરૂપ લબ્ધિ છે. તે બન્નેથી શિક્ષા અને લબ્ધિ બવેથી, રહિત એવા પંચેન્દ્રિયતિર્યંચોને પણ તે-અસત્યામૃષાભાષા હોય છે. હિં=જે કારણથી, તેઓ પણ સમ્યફ યથાવસ્થિત વસ્તુના પ્રતિપાદનના અભિપ્રાયથી બોલતા નથી (તેથી સત્યભાષા નથી) વળી પરને ઠગવાની બુદ્ધિથી બોલતા નથી માટે મૃષાભાષા નથી, પરંતુ કુપિત પણ પરને મારવાની ઈચ્છાવાળા પણ આ રીતે જ બોલે છે=વસ્તુના પ્રતિપાદનના અભિપ્રાય વગર કે ઠગવાના અભિપ્રાય વગર સામાન્ય અભિપ્રાયથી જ બોલે છે તેથી તેઓને અસત્યામૃષા જ ભાષા છે, અને કુપિત એવા તેઓની ક્રોધનિઃસૃતભાષા અસત્ય જ થાય એમ તે કહેવું કેમ કે અવ્યક્તપણાને કારણે શિક્ષા, લબ્ધિ વગરના પંચેન્દ્રિયતિર્યંચોની ભાષાનું અવ્યક્તપણું હોવાને કારણે અવધારણીયપણું છે અને વિલક્ષણ દલથી જરાપણું છે=સત્યાદિ ત્રણ ભાષાઓમાં જે પ્રકારે ભાષા દલ છે તેના કરતાં વિલક્ષણ દલથી જન્યપણું છે એ પ્રમાણે જાણવું. વળી શિક્ષાલબ્ધિસહિત શુક્રસારિકાદિ અને અન્ય તિર્યંચો યથાયોગ્ય ચારે પણ ભાષા બોલે છે; કેમ કે શિક્ષા અને લબ્ધિ દ્વારા વ્યક્તભાષાની ઉત્પત્તિ છે. એ પ્રમાણે અવધારણ કરવું. ll૮ના ભાવાર્થ :ચતુર્ગતિમાં ચારભાષાઓનું યોજના :
દેવ, નારક અને મનુષ્યોને સત્યાદિ ચારેય ભાષાઓ હોય છે, છતાં જેમ પંચેન્દ્રિય તિર્યંચોને અવ્યક્તભાષા હોય છે ત્યારે માત્ર અસત્યામૃષાભાષા હોય છે તેમ મનુષ્યમાં પણ અતિ બાળ અવસ્થામાં માત્ર અસત્યામૃષાભાષા હોવાની સંભાવના છે. જેનો અંતર્ભાવ પ્રાયઃ અનભિગૃહિતાભાષામાં હોવાનો સંભવ છે. વળી વિકસેન્દ્રિયોને રાગાદિ આકુળ ભાષા હોવા છતાં વ્યક્તભાષા નહિ હોવાથી અસત્યામૃષાભાષા છે. વળી શિક્ષા લબ્ધિ રહિત એવા પંચેન્દ્રિયતિર્યંચો કોઈ ઉપર કુપિત થયેલા હોય ત્યારે ક્રોધને અભિવ્યક્ત કરે તેવા ઘુર દુર આદિ